આમચી મુંબઈસ્પેશિયલ ફિચર્સ

17મી ફેબ્રુઆરીથી બદલાશે FASTagનો આ નિયમ, અત્યારે જ જાણી લેશો તો ફાયદામાં રહેશો…

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા FASTagને લઈને મહત્ત્વના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. FASTag બેલેન્સ વેલિડેશન નિયમ લાગુ કરવામાં આવી રહ્યો છે. ફાસ્ટેગના બેલેન્સ સંબંધિત આ નવો નિયમ 17મી ફેબ્રુઆરી, 2025થી લાગુ કરવામાં આવશે. યુઝરે પોતાના ફાસ્ટેગ સ્ટેટ્સને લઈને વધારે એક્ટિવ રહેવાની જરૂર છે. જો યુઝર એવું નહીં કરે તો તેમનું ફાસ્ટેગ પેમેન્ટ અટકી શકે છે.

એનપીસીઆઈએ 28મી જાન્યુઆરી, 2025ના જ આ નિયમ જારી કરવામાં આવ્યુો છે અને આ નવા નિયમ અનુસાર 17મી ફેબ્રુઆરી, 2025થી જો ટોલ પ્લાઝા પર ટેગ રીડ કરવા પહેલાં 60 મિનીટથી લાંબા સમય સુધી ટેગને બ્લેકલિસ્ટ કરવામાં આવે છે કે પછી ટેગ રીડ કરવાના ઓછામાં ઓછું 10 મિનિટ સુધી બ્લેકલિસ્ટ રહેશે તો પૈસાનું પેમેન્ટ નહીં થશે. આ નિયમ યુઝર્સને પોતાના ફાસ્ટેગ સ્ટેટ્સમાં સુધારવા માટે 70 મિનીટની વિન્ડો આપે છે.

ફાસ્ટેગના નિયમોમાં કરવામાં આવેલા ફેરફારની સીધેસીધી અસર યુઝર્સ પર જોવા મળશે. જ્યારે તમે ટોલ બુથ પર બ્લેકલિસ્ટેડ ફાસ્ટેગને છેલ્લી ઘડીએ રિચાર્જ કરવું તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. જો ફાસ્ટેગ ટોગની પાસે પહોંચતા પહેલાંથી જ બ્લેક લિસ્ટેડ છે તો તરત જ રિચાર્જ કરવા પર પેમેન્ટ નહીં થશે.

આ રીતે સમજો સરળ શબ્દોમાં-

⦁ જો તમારું ફાસ્ટેગ ટોલ પર પહોંચતાં પહેલાં બ્લેકલિસ્ટેડ કરવામાં આવ્યું છે અને ટેગ રીડ કર્યા બાદ પણ તે બ્લેકલિસ્ટેડ છે તો પેમેન્ટ નહીં થાય અને તમારી પાસેથી બમણુ ટોલ વસૂલવામાં આવશે.

⦁ જો તમારું ફાસ્ટેગ બ્લેકલિસ્ટ છે અને તમે ટેગને રીડ થવાના 60 મિનીટની અંગ રે રીડ થવાના 10 મિનિટમાં રિચાર્જ કરશો તો મતારું પેમેન્ટ રિસીવ કરવામાં આવશે અને તમારી પાસેથી નોર્મલ ચાર્જ વસૂલવામાં આવશે.

⦁ જો તમારું ટોલ બ્લેકલિસ્ટ છે અને તમે ટોલ ક્રોસ કરી જશો તો તમારી પાસેથી ડબલ ચાર્જ લેવામાં આવશે, પણ જો તચમે ટેગ રીડ થયાના 10 મિનીટ પછી રિચાર્જ કરો છો તો તમે પેનલ્ટી રિફંડ માટે રિક્વેસ્ટ કરી શકો છો અને એ માટે કોઈ પણ એક્સ્ટ્રા ચાર્જ વસૂલવામાં નહીં આવે.

⦁ આનો સીધેસીધો અર્થ એવો થાય છે કે તમારે તમારા ફાસ્ટેગમાં મિનીમમ બેલેન્સ મેઈન્ટેન રાખવું પડશે અને કેવાયસી સાથે સંકળાયેલા મુદ્દાને ઉકેલી લેવા જોઈએ અને લાસ્ટ મોમેન્ટ પર રિચાર્જ કરવાનું ટાળવું જોઈએ.
આ રીતે ચેક કરો ફાસ્ટેગ બ્લેકલિસ્ટ છે કે નહીં

આ પણ વાંચો : FASTagને લઈને RBI આ પગલું લેવાની તૈયારીમાં… જાણી લેશો તો ફાયદામાં રહેશો

  1. ટ્રાફિક ડિપાર્ટમેન્ટની ઓફિશિયલ વેબસાઈટ પર જાવ
  2. ત્યાં ચેક ઈ ચલાન સ્ટેટસ કે એના જેવા જ બીજા ઓપ્શન સિલેક્ટ કરો
  3. હવે ત્યાં તમારું રજિસ્ટર્ડ વેહિકલ નંબર નોંધો
  4. આ રીતે તમે જાણી શકશો કે તમારું વાહન બ્લેકલિસ્ટેડ છે કે નહીં

    આ રીતે કરી શકશો ફાસ્ટેગને અનબ્લોક

    ⦁ સૌથી પહેલાં ફાસ્ટેગ રિચાર્જ કરો અને ત્યાર બાદ તમારું મિનીમમ બેલેન્સ ચેક કરો
    ⦁ હવે પેમેન્ટ વેરીફાઈ કરો
    ⦁ હવે તમને ફાસ્ટેગનું સ્ટેટસ જાણી શકશો
    ⦁ થોડી વારમાં ફાસ્ટેગ એક્ટિવેટ થઈ જશે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button