સ્પેશિયલ ફિચર્સ

હવે ભૂકંપથી કોઈ જાનહાનિ નહિ થાય, ગૂગલે કરી આ શોધ…

ભૂકંપ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ આ તમામ કુદરતી આફત છે. ભારત ઘણી વખત આ બધી કુદરતી આફતોનો ભોગ બની ચૂક્યું છે. અને આ તમામ કુદરતી આફતોના કારણે લોકોને માલસામાનના નુકશાનની સાથે સાથે જાનહાનિ પણ એટલી જ થઈ છે. 2000માં આવેલા ભૂકંપે કચ્છને સાવ ઘમરોળી નાખ્યું હતું અને કચ્છને ફરી બેઠા થતાં સહેજે ચાર – પાંચ વર્ષનો સમય વિતી ગયો હતો. ત્યારે ફરી આવી કોઈ જાનહાનિ કે નુકસાન ના થાય તે માટે ગૂગલે એક નવું ફીચર લોન્ચ કર્યું છે.

ગૂગલે એક એવી ટેક્નોલોજી વિકસાવી છે જેના દ્વારા તમને ભૂકંપ આવતા પહેલા તેની માહિતી મળી જશે અને તમે તરત જ કોઈ સુરક્ષિત જગ્યાએ જઈ શકશો.

ગૂગલે ભારતમાં ધરતીકંપ ચેતવણી સિસ્ટમ નામનું એક નવું ફીચર બહાર પાડ્યું છે જે અગાઉથી જ ભૂકંપની ચેતવણી આપશે. આ ફીચરની મદદથી લોકોને ભૂકંપ વિશે પહેલેથી જાણકારી મળી જશે અને લોકો તે જગ્યા છોડીને કોઈ સુરક્ષિત જગ્યાએ જઈ શકશે. ભૂકંપના કારણે અત્યાર સુધીના જાનમાલના નુકસાનને ધ્યાનમાં લેતાં આ ફીચર ખૂબ જ ઉપયોગી નીવડી શકે છે.

ગૂગલે તેને NDMA એટલે કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને NSC એટલે કે નેશનલ સિસ્મોલોજી સેન્ટર સાથે પરામર્શ કરીને ભારતમાં લોન્ચ કર્યું છે. જો કે હાલમાં આ ફીચર ફક્ત એન્ડ્રોઈડ યુઝર્સ માટે જ બહાર પાડવામાં આવ્યું છે. ભૂકંપને ઓળખવા માટે એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં સેન્સરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

યુઝર્સને બે પ્રકારના મેસેજ મળશે. જેમાં ગૂગલની ભૂકંપ ચેતવણી સિસ્ટમ એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં હાજર એક્સીલેરોમીટરનો ઉપયોગ કરી તમને સુરક્ષિત જગ્યાએ જવાનું કહેશે અને બીજો મેસેજ માં ફીચર તમને જણાવશે કે તમારી નજીકમાં સૌથી સુરક્ષિત સ્થળ ક્યું છે.

નોંધનીય છે ગૂગલ આ ફીચરને પહેલા જ ઘણા દેશોમાં રિલીઝ કરી ચૂક્યું છે. ગૂગલના જણાવ્યા અનુસાર આ નવી સિસ્ટમ એન્ડ્રોઇડ ફોનને ભૂકંપ ડિટેક્ટર ઉપકરણમાં ફેરવી દેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button