સ્પેશિયલ ફિચર્સ

હવે માતાપિતા બાળકોના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પર નજર રાખી શકશે! મેટાએ લોન્ચ કર્યું નવું ફિચર

નવી દિલ્હીઃ સોશિલય મીડિયાનો ઉપયોગ બાળકોમાં ખૂબ જ વધ્યો છે. ઓનલાઈન ભણવાનું કહીને બાળકો કલાકો સુધી ઈન્સ્ટાગ્રામમાં સમય પસાર કરી રહ્યાં છે. જેથી માતા-પિતા પરેશાન રહે છે. મહત્વની વાત છે કે, આવી સોશિયલ મીડિયા બાળકોનો સર્વાંગી વિકાસ અટકાવી શકે છે. તેમનામાં વિચારવાની શક્તિ પણ ઓછી થઈ શકે છે. જેથી પરિવારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, પોતાનું બાળક મોબાઈલનો ઉપયોગ કેવી રીતે અને કઈ એપ પર કરી રહ્યું છે. જો ઈન્સ્ટાગ્રામમાં વધારે સમય પસાર કરે છે, તો તે ચિંતાનો વિષય છે. જોકે, હવે માતાપિતાએ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ઇન્સ્ટાગ્રામે એક નવું ફિચર લોન્ચ કર્યું છે.

મેટાએ લોન્ચ કર્યું ‘ઇન્સ્ટાગ્રામ ટીન એકાઉન્ટ્સ’ ફિચર

વિગતે વાત કરવામાં આવે તો, માતાપિતાની આ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનું સંચાલન કરતી કંપની મેટાએ ‘ઇન્સ્ટાગ્રામ ટીન એકાઉન્ટ્સ’ લોન્ચ કર્યું છે, જેને લઈને મેટાએ ભારતમાં તેના વિસ્તરણની જાહેરાત કરી છે. ઇન્સ્ટાગ્રામનું આ નવું ફીચર કિશોરોની ઓનલાઈન સલામતી વધારવા માટે ખૂબ ઉપયોગી બનશે, આ સાથે સાથે માતાપિતા પર પોતાના બાળકની ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકની ગતિવિધિઓ પર નિયંત્રણ રાખી શકે તેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

નવા ફિચરમાં આ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો

નવા ફિચરનો હેતુ કિશોરોની ઓનલાઈન સલામતી વધારી માતાપિતાને નિયંત્રણ આપવાનો છે
માતાપિતા હવે તેમના 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પર નજર રાખી શકશે
માતાપિતા બાળકોની અનિચ્છનીય વાતચીતોને રોકવામાં સક્ષમ છે

તમે તમારી ગોપનીયતા સેટિંગ્સ (ઇન્સ્ટાગ્રામ ગોપનીયતા સેટિંગ્સ) ને વધુ કડક બનાવી શકશો

માતાપિતાને કેટલાક ખાસ વિકલ્પો મળશે જેના દ્વારા તેઓ જાણી શકશે કે તેમનું બાળક કોની સાથે જોડાઈ રહ્યું છે
તમે સ્ક્રીન સમયની મર્યાદા સેટ કરી શકો છો અને ચોક્કસ સમયગાળા માટે એપ્લિકેશનોનો ઉપયોગ થવાથી અવરોધિત કરી શકો છો

કિશોરનું એકાઉન્ટ આપમેળે ખાનગી રહેશે. 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો ફક્ત માતાપિતાની મદદથી જ આ ડિફોલ્ટ સેટિંગ બદલી શકશે.

આપણ વાંચો:  ટોલમાંથી મુક્તિ મેળવવાની આ છે સિમ્પલ ટ્રિક, પછી કહેતાં નહીં કીધું નહોતું…

હવે માતાપિતા બાળકોની ઓનલાઈન ગતિવિધિઓ પર નજર રાખી શકશે

આ ફિચરના કારણે માતાપિતા બાળકોની ઓનલાઈન ગતિવિધિઓ પર નજર રાખી શકશે અને જરૂરી ફેરફાર પણ કરી શકશે. થોડા સમય પહેલા ભારત સરકારે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન નિયમોનો ડ્રાફ્ટ બહાર પાડ્યો હતો. જેમાં ઓનલાઈન અથવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સગીર યુઝર એકાઉન્ટ બનાવવા માટે ચકાસાયેલ માતાપિતાની સંમતિ અને ઓળખ ફરજિયાત બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. મેટા દ્વારા આ ફિચર લોન્ચ કરવામાં આવ્યું છે. જેથી ખૂબ જ સારો પ્રયાસ છે, હવે માતાપિતાની ચિંતામાં કેટલેક અંશે ઘટાડો શઈ શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button