સ્પેશિયલ ફિચર્સ

એક-બે નહીં, આટલા Smart Phone Use કરે છે Googleના CEO Sundar Pichai…

દિગ્ગજ ટેક કંપનીઓને સંભાળનારા ટેક્નોલોજીનો કેટલો ઉપયોગ કરે છે એ સવાલ બધાને થતો હોય છે, પણ હવે આ સવાલનો જવાબ Google અને અલ્ફાબેટના CEO Sunder Pichaiએ આપ્યો છે. હાલમાં જ તેમનો એક જૂનો ઈન્ટરવ્યુ વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેમણે પોતાની એક વિચિત્ર કહી શકાય એવી આદતનો ખુલાસો કર્યો હતો.

આ ઈન્ટરવ્યુમાં સુંદર પિચાઈએ જણાવ્યું હતું કે તેઓ કેટલા સ્માર્ટફોન યુઝ કરે છે. આ સિવાય તેમણે જણાવ્યું હતું કે Artificial Intelligence (AI) કઈ રીતે માણસે અત્યાર સુધી કરેલી સૌથી મોટી અને મહત્ત્તવની શોધ છે. આવો જોઈએ શું કહ્યું સુંદર પિચાઈએ…

સુંદર પિચાઈએ ઈન્ટરવ્યુમાં ખુલાસો કરતાં જણાવ્યું હતું કે તેઓ વિવિધ કારણોસર 20થી વધુ ફોન યુઝ કરે છે. જી હા… બરાબર વાંચ્યુ તમે. અહીં આપણે બે ફોન હેન્ડલ કરતાં પણ નાકે દમ આવી જાય છે. ત્યારે સુંદર પિચાઈ કઈ રીતે 20 ફોન હેન્ડલ કરી લે છે એવો સવાલ પણ થાય છે ને? પિચાઈએ જણાવ્યું હતું કે ગૂગલની તમામ સર્વિસને ટેસ્ટ કરવા માટે આવું કરવું પડે છે.

આ સિવાય ગૂગલના સીઈઓએ પોતાની એક બીજી આદત વિશે વાત કરતાં જણાવ્યું હતું કે હું મારા એકાઉન્ટના પાસવર્ડ વારંવાર નથી બદલતી પણ એક્સ્ટ્રા સિક્યોરિટી માટે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન પર આધાર રાખું છું. પિચાઈના આ જવાબ અને વાતો સાંભળીને જ ખ્યાલ આવે છે કે પિચાઈ મોર્ડન સિક્યોરિટી ફિચર્સનો ઉપયોગ કરે છે.

સુંદર પિચાઈએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને લઈને પણ કેટલાક આઈડિયા શેર કર્યા હતા અને એમનું એવું માનવું છે કે એઆઈ માણસ દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી સૌથી મોટી અને મહત્વની શોધ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress