નેશનલમનોરંજનસ્પેશિયલ ફિચર્સ

Mukesh Ambaniનું Antilia નહીં પણ આ છે દુનિયાનું મોંઘું અને આલીશાન ઘર…

એશિયા જ નહીં પણ દેશના બીજા નંબરના સૌથી ધનવાન ઉદ્યોગપતિઓમાંથી એક એવા Mukesh Ambani અને તેમનો પરિવાર લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં આવતો જ રહે છે. આ સાથે ઉદ્યોગ પતિ જે ઘરમાં રહે છે એ Antila પણ ચર્ચામાં આવતું જ હોય છે. એન્ટિલિયાની ગણતરી મુંબઈના સૌથી મોંઘા ઘરોમાં કરવામાં આવે છે, પણ જો તમને કોઈ પૂછે કે મુંબઈ કે દેશ નહીં પણ દુનિયાનું સૌથી મોટું ઘર ક્યાં આવેલું છે? આ સવાલનો જવાબ કદાચ તમને નહીં ખ્યાલ હોય. ચાલો આજે તમને દુનિયાના સૌથી મોટા ઘર વિશે જણાવીએ-

દુનિયાનું આ સૌથી મોટું ઘર આવેલું છે આપણા ગર્વીલા ગુજરાતમાં અને આ ઘર એટલે કે પેલેસનું નામ છે Lakshmi Vilas Palace. વડોદરા ખાતે આવેલા આ પેલેસની ગણતરી દેશ જ નહીં દુનિયાના સૌથી મોટા ઘરમાં કરવામાં આવે છે. ગાયકવાડ રાજપરિવાર દ્વારા બનાવવામાં આવેલું આ પેલેસ એક શાનદાર આર્કિટેક્ચર અને ઐતિહાસિક વારસાનો એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

Not Mukesh Ambani's Antilia but this is the most expensive and luxurious house in the world...
image source – Gujarat Tourism


ગુજરાતના મહારાજા સયાજીરાવ ગાયકવાડે 1880માં આ પેલેસનું નિર્માણ કરાવડાવ્યું હતું. અનેક પ્રકારના કલરફૂલ માર્બલ્સ, કળાકૃતિથી શણગારવામાં આવેલા આ પેલેસ વિશે વાત કરીએ તો તે બ્રિટીશ રાજશાહીના લંડન સ્થિત ઓફિશિયલ બકિંગહમ પેલેસની સરખામણીએ ચાર ગણું મોટું છે.

એક અંદાજ પ્રમાણે હાલમાં આ આલિશાન પેલેસની કિંમત આશરે 1.80 લાખ પાઉન્ડ એટલે કે 20,000 કરોડ રૂપિયા છે. આ ઘરમાં હાલમાં એચઆરએસ સમરજિતસિંહ ગાયકવાડ, તેમના પત્ની રાધિકારાજે ગાયકવાડ અને તેમની બે દિકરી રહે છે. વડોદરાના તત્કાલિન મહારાજા ગાયકવાડ ત્રીજાએ આર્કિટેક્ટર રોબર્ટ ફેલોજ ચિસોલ્મની મદદથી આ રાજાશાહી પેલેસનું નિર્માણ કર્યું હતું. 18મી સદીમાં બનાવવામાં આવેલું આ પેલેસ એટલું ભવ્ય છે કે અહીં ક્યારેય પાવકટ નથી થતું.

આશરે 700 એકરમાં ફેલાયેલા લક્ષ્મી વિલાસ પેલેસમાં 170 રૂમ્સ આવેલા છે. ચાર માળના આ પેલેસને વડોદરાના મહારાજા અને મહારાણી માટે બનાવવામાં આવ્યું હતું. આ ઘરને સામાન્ય નાગરિકો પણ અંદરથી જોઈ શકે છે અને એ માટે 150 રૂપિયાની ટિકિટ ખરીદવી પડશે. આ સિવાય જો તમે મ્યુઝિયમમાં ફરવા માંગો છો તો તમને 60 રૂપિયાની ટિકિટ ખરીદવી પડશે.

આશ્ચર્યચકિત થઈ ગયા ને ગુજરાતના વડોદરા ખાતે આવેલા આ લક્ષ્મી વિલાસ પેલેસની શાલિનતા વિશે વાંચીને? ગાયકવાડ રાજવંશના આ વૈભવી શાહી મહેલ સામે મુંબઈમાં આવેલું મુકેશ અંબાણીનું એન્ટિલિયા તો સાવ બચ્ચુ ગણાય…

Show More

Related Articles

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…