શું તમે પણ લોકોની દેખાદેખી કે કોપી કરો છો? આ એક ગંભીર સમસ્યા છે, જેનો ઈલાજ જરૂરી છે નહીંતર…

આપણે આપણી આસપાસમાં અનેક એવા લોકો જોયા હશે કે જે બીજાની દેખાદેખી કરવામાંથી ઊંચા ના આવતા હોય. ઘણી વખત તો આ દેખાદેખી કામ પૂરતી મર્યાદિત ના રહેતાં પર્સનલ લાઈફમાં પણ ઘર કરી જાય છે. આ લોકો હંમેશા બીજાના કામની નકલ કરતાં હોય છે. પરંતુ શું તમને ખબર છે કે આ સ્વભાવનો એક ભાગ ના હોઈ ઘણી વખત આ મુશ્કેલી કે બીમાર માનસિકતા પણ દર્શાવે છે? ચાલો તમને આ વિશે જણાવીએ અને જાણીએ કે નિષ્ણાતો આ વિશે શું રહે છે…
નિષ્ણાતોની વાત પર વિશ્વાસ કરીએ તો આ એક પ્રકારનો ડિસઓર્ડર છે, પણ મેડિકલ ટર્મ્સમાં એનો ઉલ્લેખ નથી જોવા મળતો. આ સમસ્યાથી ગ્રસિત વ્યક્તિ દર સમયે કોઈ બીજાને કોપી કરવાનો પ્રયાસ કરે છે. તે કોઈ એક ખાસ વ્યક્તિ જેવા બનવાનો પ્રયાસ કરવામાં લાગી પડે છે અને તે વ્યક્તિની આદત, કામ કરવાની પેટર્ન અને કામ તેમ જ વાતોને કોપી કરવા લાગે છે. પરંતુ આ એક મેન્ટલ ઈશ્યુ છે જેનો સમય પર ઈલાજ કરાવવો જરૂરી છે.
આપણ વાંચો: સોશિયલ મીડિયાની દેખાદેખીથી વિદ્યાર્થીઓ અનુભવે છે માનસિક દબાણ; બોર્ડની પરીક્ષા પર સર્વે
જોકે, કોઈ વ્યક્તિના દેખાદેખીના સ્વભાવથી ગ્રસિત વ્યક્તિ એવું માને છે કે આવું કરવાથી તે લોકોની વચ્ચે લોકપ્રિય થઈ રહી છે, તેના વખાણ થઈ રહ્યા છે બધી જગ્યાએ. પરંતુ હકીકતમાં આવું કંઈ જ હોતું નથી. જ્યારે તમે કોઈ વ્યક્તિને કોપી કરો છો ત્યારે તમારા પરિવારના સભ્યો અને મિત્રો પણ તમને નાપસંદ કરે છે, તેઓ તમારાથી ચિડાવવા લાગે છે.
વાત કરીએ વ્યક્તિ પર તેની શું અસર જોવા મળે છે એની તો આ વ્યક્તિ પોતાનું અસ્તિત્વ ગુમાવી બેસે છે. આ સમસ્યાથી પીડાતા લોકો બીજાને કોપી કરવામાં એટલા બધા વ્યસ્ત થઈ જાય છે કે તેઓ પોતાની ઓરિજનલ પર્સનાલિટી વિશે વિચારતા જ નથી અને આ સ્થિતિ ધીરે ધીરે વધારે ગંભીર બની શકે છે. એટલું જ નહીં પણ આવા લોકોને હારનો ડર પણ નથી રહેતો અને બની શકે કે આને કારણે એ વ્યક્તિને ક્યારેય સફળતા પણ ના મળે…
આપણ વાંચો: મસ્તરામની મસ્તી – લો, વિદ્યાર્થીઓની પેરોલ પૂરી લ્યો…
કઈ રીતે આ સિન્ડ્રોમથી બચી શકાય એની તો જ્યારે તમને ખ્યાલ આવે કે તમે આવા કોઈ સિન્ડ્રોમથી પીડાઈ રહ્યા છો તો તરત જ પોતાની જાતને બદલવાનો પ્રયાસ કરો. પોતાની એક નવી ઓળખ ઊભી કરવાનો પ્રયાસ કરો. પોતાના પરિવારજનો અને મિત્રો સામે કોઈની કાર્બન કોપી નહીં પણ એક નવા વજૂદ, અસ્તિત્વ સાથે સામે આવો. તમારા પોતાના લોકો સાથે વાત કરો. જો તમને લાગે છે કે આ સમસ્યા તમને બદલી રહી છે તો તરત જ કોઈ સાથે વાત કરો અને તેમને પોતાની આ સમસ્યા વિશે જણાવો અને મદદ માંગો…
જો તમને પણ તમારી આસપાસમાં તમારું કોઈ વ્યક્તિ બદલાતું લાગે તો તરત જ તેની સાથે વાત કરો. જોકે, આ બધા માટે એક્સપર્ટ હેલ્પ લેવી ખૂબ જ જરૂરી છે.