ભારતના આ ખતરનાક ટાપુ પરથી જીવતા પાછા ફરવું છે મુશ્કેલ, કારણ જાણીને રૂંવાડા ઊભા થઈ જશે…

હેડિંગ વાંચીને તમારી પણ આંખો પહોળી થઈ હઈ હશે કે ભાઈસાબ આખરે એવી તે કઈ જગ્યા છે કે જ્યાં એક વખત કોઈ જાય તો ત્યાંથી પાછું નથી ફરતું? એવું તે શું હશે કે એ જગ્યા પર છે કે જ્યાંથી લોકો માટે પાછા ફરવાનું મુશ્કેલ થઈ જાય છે? જો આ તમામ સવાલો તમને પણ સતાવી રહ્યા હોય તો આ સ્ટોરી તમારે છેલ્લે સુધી ચોક્કસ વાંચી જવી પડશે. ચાલો જોઈએ કઈ છે આ જગ્યા…
આંદામાનમાં આવેલો છે સેન્ટિનલ ટાપુ
મળતી માહિતી મુજબ અમે અહીં જે જગ્યાની વાત કરીએ રહ્યા છીએ એ જગ્યા છે સેન્ટિનલ ટાપુ. આ એક ખૂબ જ જોખમી ટાપુ છે, જે આંદામાનમાં આવેલું છે. આ ટાપુ પર રહેનારા લોકોની વાત કરીએ તો અહીં રહેતાં લોકોને સેન્ટિનલ જનજાતિના લોકો તરીકે ઓળખવામાં આવે છે.
વર્ષોથી ટાપુ પર કરે છે વસવાટ
એવું કહેવાય છે કે આ સેન્ટિનલ જનજાતિ આ ટાપુ પર 50,000 વર્ષોથી રહે છે. 60 સ્ક્વેર કિલોમીટરના ક્ષેત્રફળમાં ફેલાયેલા આ ટાપુને જોખમી માનવામાં આવે છે અને એનું કારણ પણ આ ટાપુ પર રહેલી આ ખાસ જનજાતિના લોકો જ છે. આ જનજાતિના લોકોનો આજની તારીખમાં પણ બહારની દુનિયાના લોકો સાથે સંપર્કમાં નથી. એટલું જ નહીં પણ આ લોકો બાહરી દુનિયાના લોકોને પોતાની જમીન પર સહન નથી કરી શકતાં.

કઈ રીતે ચલાવે છે જીવન ગુજરાન?
મળતી માહિતી અનુસાર સેન્ટિનલ લોકો શિકાર અને વૃક્ષોની પેદાશ પરથી પોતાનું ભોજન વગેરે એકઠું કરે છે. આ જનજાતિના લોકો અનેક વખત કિનારા પર માછલી પકડતાં જોવા મળ્યા હોવાનો દાવા કરતાં રિપોર્ટ્સ સામે આવી ચૂક્યા છે.
બાહરી દુનિયાના લોકોને માને દુશ્મન
1956માં ભારત સરકાર દ્વારા આ ટાપુને રિઝર્વ જાહેર કરવામાં આવ્યું હતું અને તેની પાંચ કિલોમીટરના વિસ્તારમાં કોઈ પણ પ્રકારના ટુરિઝમ કે પર્યટન પર પ્રતિબંધ લાવામાં આવ્યો છે. જો કોઈ વ્યક્તિ આ જનજાતિના લોકોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે તો આ જનજાતિના લોકો તેના પર હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દે છે. આવું થવાનું કારણ આ જનજાતિના લોકો બાહરી દુનિયાના લોકોને પોતાના દુશ્મન માને છે. ભૂતકાળમાં એવા કિસ્સા પણ સામે આવ્યા છે કે જેમાં આ જનજાતિના લોકોએ બાહરના લોકોની હત્યા કરી નાખી હોય.

છીંક કે શરદી બની શકે છે જોખમી
અગાઉ કહ્યું એમ સેન્ટિનલ જનજાતિના લોકો હજારો વર્ષોથી બાહરની દુનિયાના સંપર્કથી વંચિત છે અને તેમની ઈમ્યુન સિસ્ટમ ખૂબ જ નબળી છે. આવી સ્થિતિમાં સામાન્ય વાઈરસ સામે પણ તેઓ લડી શકવા સક્ષમ નથી. પરિણામે શરદી-ખાંસી જેવી સિઝનલ માંદગી જે આપણા માટે સામાન્ય છે એ તેમના માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આ જ કારણ છે કે ભારત સરકારે પણ દાયકાઓથી આ ટાપુ પર બાહરી લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.
છે ને એકદમ અનોખી અને માનવામાં ના આવે એવી માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…



