નેશનલસ્પેશિયલ ફિચર્સ

નોરતાના નવમા દિવસે શરૂ થયેલું આ અઠવાડિયું આ રાશિના લોકો માટે રહેશે લાભદાયી…

આજે મા આદ્યશક્તિની આરાધનાનો નવમો અને નવરાત્રિના નવમા દિવસથી શરૂ થઈ રહેલું અઠવાડિયું જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ ખૂબ જ ખાસ સાબિત થવા જઈ રહ્યું છે. આવતીકાલે દેશભરમાં રાવણદહન કરીને દશેરાની ઉજવણી કરવામાં આવશે. ત્યાર બાદ એટલે કે પછી 28મી ઓક્ટોબરના શરદ પૂર્ણિમા પણ આવી રહી છે અને એ જ દિવસે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ પણ થવા જઈ રહ્યું છે. આવી પરીસ્થિતિમાં ગ્રહો અને તારાઓની વિશેષ સ્થિતિ 12-12 રાશિના જાતકોને પ્રભાવિત કરી રહી છે પણ માતા દુર્ગાની વિશેષ કૃપાથી કેટલીક રાશિના લોકોને પુષ્કળ ફાયદો થઈ રહ્યો છે. આ લોકોને આ અઠવાડિયે ભાગ્યનો પૂરેપૂરો સાથે મળી રહ્યો છે અને તેમને ઘણી સંપત્તિમાં વૃદ્ધિ થઈ રહી છે-

Horoscope

અઠવાડિયાની શરૂઆતથી જ તમને અઢળક લાભ થઈ રહ્યા છે. પૈસા અને કરિયરની બાબતમાં મજબૂતી આવશે. તમને આ સમયગાળા દરમિયાન આકસ્મિક લાભ થઈ રહ્યો છે. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થશે. શક્ય છે કે તમારામાંથી ઘણા તમારી કારકિર્દીમાં નવી શરૂઆત કરી શકો છો. કામના બોજ વચ્ચે પણ તમે આ સપ્તાહમાં આરામ અને આનંદ માટે થોડો સમય કાઢશો.

આ રાશિના લોકો માટે પણ આજથી શરૂ થઈ રહેલું અઠવાડિયું ખૂબ જ સારું નિવડવાનું છે અને પસાર થનારા દરેક દિવસ સાથે પરિસ્થિતિમાં પણ સતત સુધારો થતો જોવા મળી રહ્યો છે. કોઈ જગ્યાએ અટકી પડેલું ધન પાછું મળી શકે છે. જો તમે લોન લીધી હશે તો એ લોન પણ પૂરી થયું છે. વાહન ચલાવતી વખતે અને સ્વાસ્થ્ય સંબંધિત બાબતોમાં સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે.

આ અઠવાડિયે ગ્રહોની હિલચલને કારણે તમારી સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. તમે તમારા કરિયરને લઈને આજે કોઈ મોટો નિર્ણય લઈ શકો છો. કોઈ નવું કામ શરૂ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો એમાં પણ પૂરેપૂરી સફળતા મળી રહી છે આ અઠવાડિયું તમારા માટે ખૂબ જ સારું છે. આકસ્મિક આર્થિક લાભ થતા મન પ્રસન્ન રહેશે.

કુંભ રાશિના જાતકો માટે આ અઠવાડિયું અગણિત ધનલાભ કરાવનારો છે, પરંતુ એની સાથે સાથે જ તમારે તમારા ખર્ચ પર પણ નિયંત્રણ રાખવાની જરૂર છે. પારિવારિક સંબંધો વધુ મજબૂત બની રહ્યા છે. આ સમય દરમિયાન તમે કોઈના પ્રત્યે આકર્ષણ અનુભવશો. ભવિષ્યની યોજનાઓ ઘડવા માટે આ એકદમ અનુકૂળ સમય છે.

આ આઠવડિયાની શરૂઆતમાં તમારા કેટલાક અટકી પડેલાં કામ પૂરા થશે અને એને કારણે તમને રાહત અનુભવાય. આર્થિક સ્થિતી મજબૂત બને. ધનના પ્રવાહ અને કારકિર્દીમાં પ્રગતિના માર્ગમાં આવી રહેલા તમામ અવરોધો દૂર થઈ રહ્યા છે. શૈક્ષણિક સ્પર્ધામાં કે અન્ય કોઈ પણ સ્પર્ધામાં તમને આ અઠવાડિયે સફળતા મળી શકે છે. ભાગ્ય પૂરેપૂરો સાથ આપી રહ્યો છે અને એનો પૂરેપરો લાભ ઉઠાવશો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button