મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

Anant Ambaniના લગ્નમાં આ ખાસ સાડી પહેરશે Nita Ambani? ચાર મહિનાથી…

અંબાણી પરિવાર (Ambani Family) પરિવાર તેમની વૈભવી લાઈફ સ્ટાઈલને કારણે ખૂબ જ લાઈમલાઈટમાં રહે છે. હજી તો લોકો પરથી ઈટલીમાં યોજાયેલી ક્રૂઝ પાર્ટીનો ફીવર ઉતર્યો નથી કે મુકેશ અંબાણી અને નીતા અંબાણી (Mukesh Ambani-Nita Ambani) લાડકવાયા દીકરા અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્ન (Anant Ambani-Radhika Merchant Wedding)ની તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયું છે.

ગઈકાલે જ નીતા અંબાણીએ વારાણસી જઈને બાબા કાશી વિશ્વનાથ (Baba Kashi Vishwanath)ના દર્શન કરીને તેમને લગ્નની પહેલી કંકોત્રી ચરણે ધરી હતી. આ બધા વચ્ચે નીતા અંબાણીએ ચાટની દુકાન પર ચાટનો ચટાકો તો માણ્યો જ હતો પણ સાથે સાથે રામનગરમાં છેલ્લાં ચાર મહિનાથી સોનાના તારમાંથી બનાવવામાં આવી રહેલી કારીગરોની મુલાકાત પણ લીધી હતી. આ દરમિયાન તેમણે સાડી બનાવવા માટે ઉપયોગ લેવામાં આવનારા મટિરિયલ્સ અને સાડી બનાવવાની પ્રક્રિયા વિશે પણ જાણકારી લીધી હતી.

આ પણ વાંચો : Anant Ambani-Radhika Merchantના લગ્નની પહેલી કંકોત્રી કોને આપી Nita Ambaniએ?

અત્રે ઉલ્લેખનીય છે કે નીતા અંબાણી સોમવારે શ્રી કાશી વિશ્વનાથ ધામ પહોંચ્યા હતા અને જ્યાં તેમણે બાબા વિશ્વનાથની પૂજા-અર્ચના કરીને પહેલી કંકોત્રી બાબાના ચરણોમાં અર્પણ કરી હતી. ત્યાર બાગ દશાશ્વમેઘ ઘાટ પર ગંગા આરતીમાં પણ હાજરી આપી હતી. ગંગા આરતીમાં પણ નીતા અંબાણીએ એકદમ ભાવવિભોર બની ગયેલા જોવા મળ્યા હતા. સાંજે ગંગા આરતી અને વારાણસીના મહત્ત્વના સ્થળોની મુલાકાત લીધી હતી. રાતે બાર વાગ્યાની આસપાસ નીતા અંબાણી મુંબઈ આવવા માટે એરપોર્ટ પહોંચ્યા હતા.

એવું કહેવાઈ રહ્યું છે કે સોનાના તારથી બનાવવામાં આવેલી આ સાડી નીતા અંબાણી દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ (Nita Ambani Weat Special Saree For Anant Ambani-Radhika Merchant Wedding)ના લગ્નમાં પહેરશે. હવે સાચું ખોટું તો રામ જાણે, પણ ભાઈ અંબાણી પરિવારની મહિલા મંડળની વાત જ ન્યારી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button