મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

Nita Ambaniએ પહેરી અધધધ મોંઘી ઘડિયાળ કે ખરીદી શકશો મુંબઈમાં ફ્લેટ, કાર અને ઘણું બધું…

અંબાણી પરિવાર (Ambani Family) સતત કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતો જ હોય છે અને હાલમાં આ પરિવાર ચર્ચામાં આવ્યું છે અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ ફંક્શન નિમિત્તે ઈટલી (Anant Amabni-Radhika Merchant’s Pre-Wedding Cruise Party At Italy) ખાતે ક્રૂઝ પાર્ટી કરી હતી. આ ક્રૂઝ પાર્ટીની ચર્ચા ચારેકોર થઈ રહી છે. પરંતુ સૌથી વધુ ચર્ચા થઈ રહી હોય તો તે છે નીતા અંબાણી (Nita Ambani)ના લૂકની અને તેમણે પહેરેલી ઘડિયાળની.

ક્રૂઝ-પાર્ટીમાં વિવિધ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને છેલ્લી ઈવેન્ટ ‘લા ડોલ્સે વિટા’માં નીતા અંબાણીનો લૂક જોઈને તેમના પરથી નજર હટાવવાનું અઘરું હતું. આ ઈવેન્ટમાં નીતા અંબાણીએ પહેરેલાં ફ્લોરલ ડિઝાઈનવાળા ગાઉનમાં તેઓ ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા અને એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર આ ડ્રેસની કિંમત આશરે 6 લાખ રૂપિયા જેટલી છે. આ ડ્રેસ સાથે જ કાંડા પર નીતા અંબાણીએ સરસ મજાની રિસ્ટ વોચ (Nita Ambani’s Coastliest Wrist Watch) પહેરી હતી, જે ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે. આવો જોઈએ શું છે આ ખાસ આ ઘડિયાળમાં અને તેની કિંમત કેટલી છે-

આ પણ વાંચો – Nita Ambaniની આ ક્વોલિટી બનાવે છે તેમને Best Mother In Law…

આ ઈવેન્ટમાં નીતા અંબાણી જેકબ એન્ડ કો બ્રાન્ડની ટ્રાન્સપરન્ટ ઘડિયાળ (Jacob And Co Watche) પહેરી હતી. આ ઘડિયાળની કિંમત આશરે ત્રણ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ ટાઈમલેસ વોચની કિંમત સિવાય બીજી ખૂબીઓ વિશે વાત કરીએ તો તેમાં 18K રોઝ ગોલ્ડથી બનેલા ડાયલમાં રેઇનબો સફાયર જડવામાં આવ્યા છે. આ સિવાય તેની ઉપર ૨૮૮-ફેસેટ જેકબ-કટ ગ્રાસ-ગ્રીન ત્સાવોરાઇટ સ્ટોન છે. કલરફૂલ અને તેમ છતાં સિમ્પલ લાગતી આ ઘડિયાળે નીતા અંબાણીના લૂક (Nita Ambani’s Look)માં ચાર ચાંદ લગાવ્યા હતા.

જોકે, આ પહેલી વખત નથી કે નીતા અંબાણી પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં આવ્યા હોય. જામનગરમાં દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ભવ્ય પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં નીતા અંબાણીનો અનોખો અંદાજ જોવા મળ્યો હતો. તેમનો ટેસ્ટ અને કલેક્શન એકદમ દમદાર છે. હવે દીકરા અનંત અને રાધિકાના પ્રિવેડિંગ બેશમાં આટલી મોંઘી ઘડિયાળ પહેરીને નીતાભાભીએ લાઈમલાઈટ ચોરી લીધી હતી અને આ તો નીતા અંબાણી છે, એમના ઠાઠની તો કંઈ વાત થાય?

અંબાણી-પરિવારના કોઈ પણ ફંક્શનમાં નીતા અંબાણીનું સ્ટાઇલ-સ્ટેટમેન્ટ હંમેશાં ચર્ચામાં રહે છેહવે ક્રૂઝ પર યોજાયેલી બીજી પ્રી-વેડિંગ પાર્ટીનો લુક પણ વાઇરલ થઈ રહ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો