લગ્ન પછી પણ અહીંયા નોકરી કરતાં હતાં Nita Ambani, Salary હતી 800 રૂપિયા…

Nita Ambani પોતાની સુંદરતા અને આલીશાન રહેણી-કરણી માટે ખૂબ જ જાણીતા છે અને લોકોને તેમના ડે ટુ ડે લાઈફની નાનામાં નાની વાતને જાણવામાં લોકોને ખૂબ જ રસ હોય છે. હાલમાં જ નાના દીકરા Anant Ambani-Radhika Merchantના ત્રણ દિવસના પ્રિ-વેડિંગ બેશ ફંકશનમાં પણ તેમના લૂક, આઉટફિટની જ ચર્ચા થઈ રહી હતી. પરંતુ શું તમને એ વાતની ખબર છે કે અબજોપતિ મુકેશ અંબાણી સાથે લગ્ન બાદ પણ નીતા અંબાણીએ પોતાની જૂની નોકરી કરવાનું ચાલુ જ રાખ્યું હતું અને આ નોકરી માટે નીતા અંબાણીને એક મહિનાનો 800 રૂપિયાનો પગાર પણ ચૂકવવામાં આવતો હતો.
જી હા, ચોંકી ગયા ને? પણ આ વાતનો ખુલાસો ખુદ નીતા અંબાણીએ સિમી ગરેવાલના શોમાં કર્યો હતો. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના લગ્ન 1985માં થાય હતા. નીતા અંબાણીએ પોતાના કરિયરની શરૂઆત એક શિક્ષિકા તરીકે કરી હતી અને તેમને એ વાતનું આજે પણ ગૌરવ છે.
મુકેશ અંબાણી સાથે લગ્ન કર્યા બાદ પણ નીતા અંબાણીએ સન ફલાવર નર્સરીમાં શિક્ષિકા તરીકે નોકરી કરવાનું ચાલુ જ રાખ્યું હતું. આ કામ માટે તેમને મહિનાનો 800 રૂપિયાનો પગાર પણ ચૂકવવામાં આવતો હતો. એક ઈન્ટરવ્યુમાં નીતા અંબાણીએ જણાવ્યું હતું કે હું આ નોકરી કરતી હતી એટલે લોકો મારી મજાક ઉડાડતા, મારા પર હસતા હતા પણ મને આ કામ કરીને એક પ્રકારનો સંતોષ મળતો હતો એટલે મેં આ કામ કરવાનું ચાલુ રાખ્યું હતું.
જોકે આ નીતા અંબાણી અને સિમી ગરેવાલની વાતચીત ચાલી રહી હતી ત્યારે વચ્ચે જ મુકેશ અંબાણીએ કહ્યું હતું કે આ નોકરીમાં જમવાનું પણ મળતું હતું એટલે નીતાને મળતો આખેને આખો પગાર મારો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વીડિયો ખૂબ જ જૂનો છે, પણ લોકોને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 3.3 મિલિયનથી વધુ લોકો જોઈ ચૂક્યા છે અને એના કમેન્ટ આપી ચૂક્યા છે. હાલમાં જ અંબાણી પરિવારે અનંત અને રાધિકાની પ્રિ-વેડિંગ સેરેમની હોસ્ટ કરી હતી જેમાં દેશ વિદેશથી મહેમાનોએ હાજરી આપી હતી.