Nita Ambaniની આ લક્ઝરી બેગની કિંમતમાં આવી જશે Iphone, Car અને બીજું પણ ઘણું બધું…
અંબાણી પરિવાર (Ambani Family)ની ગણતરી દુનિયાના સૌથી ધનવાન પરિવારમાં કરવામાં આવે છે અને પરિવારનો દરેક સભ્ય સ્ટાઈલ અને ફેશનના મામલામાં એકબીજાને કાંટે કી ટક્કર આપે છે. પરંતુ સૌથી વધુ લાઈમલાઈટમાં કોઈ રહેતું હોય તો તે છે નીતા અંબાણી (Nita Ambani).
આ પણ વાંચો: નીતા અંબાણી પાસે કયો ફોન છે અને તેની કિંમત કેટલી છે જાણો છો?
નીતા અંબાણી હાલમાં જ પોતાના સ્ટાઈલિશ અને એલિગન્ટ લૂકથી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. બેંગ્લુરુ ખાતે વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ના ઓક્શનમાં પિંક બ્લેઝર, શાનદાર લક્ઝરી હેન્ડબેગ સાથે પહોંચેલા નીતા અંબાણીનો બોસી લૂક સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. તમે પણ ના જોયો હોય નીતા અંબાણીનો આ વાઈરલ લૂક જોઈ લો…
નીતા અંબાણી મહિલા ટીમના ઓક્શનમાં પેસ્ટર શેડના બ્લેઝર લૂકમાં જોવા મળ્યા હતા અને આ બ્લેઝરને તેમણે વ્હાઈટ ટેંક ટોપ અને હાઈ વેસ્ટ ફ્લેયર્ડ જિન્સ સાથે સ્ટાઈલ કર્યો હતો. આ બ્લેઝર પર ‘એમ’નો લોગો કસ્ટમાઈઝ્ડ કરાવવામાં આવ્યો હતો જે મુંબઈ ઈન્ડિયન્સને રિપ્રેઝેન્ટ કરે છે.
વાત કરીએ નીતા અંબાણીના લૂકની તો તેમના દરેક લૂકમાં એક ખાસ ટચ હોય છે અને આ વખતે પણ તેમણે પોતાના સ્ટાઈલને લક્ઝરરી એક્સેસરીઝથી વધારે ખાસ બનાવ્યો હતો. ડાયમંડના સ્ટડ ઈયરરિંગ્સ, હાર્ટ શેપ પેન્ડન્ટ, એક વ્હાઈટ વોચ અને ન્યૂડ સ્ટિલેટો હિલ્સ સાથે તેમણે પોતાનો લૂક કમ્પલિટ કર્યો હતો. પરંતુ તેમના આ લૂક પર ચાર ચાંદ લગાવવાનું કામ કર્યું હતું તેમના હાથમાં જોવા મળેલા પિંક હેન્ડ બેગે જે ગોયાર્ડ બ્રાન્ડની હતી.
નીતા અંબાણીના હાથમાં રહેલી હેન્ડ બેગની કિંમતની વાત કરીએ તો એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર આ બેગની કિંમત 10,02,000 રૂપિયા છે. આ બેગ પિંક અને વ્હાઈટ કલરની છે અને આ બેગે તેમના લૂકને એકદમ ગ્લેમરસ બનાવવાનું કામ કર્યું હતુ. ભાઈ આ તો અંબાણી પરિવારના બિગ બોસ છે એટલે એમની તે કંઈ વાત થાય?
આ પણ વાંચો: I bet, નીતા અંબાણીને આ ભૂમિકામાં તમે ક્યારેય નહીં જોયા હોય!
વાત કરીએ આઈપીએલ ઓક્શનની તો મુંબઈની ક્રિકેટર સિમરલ શેખ મહિલા પ્રીમિયર લીગની રવિવારે થયેલી હરાજીમાં સૌથી મોંઘી વેચાનારી ખિલાડી બની ગઈ હતી જેને ગુજરાત જાયન્ટ્સે 1,90,000 રૂપિયામાં ખરીદી હતી. જ્યારે અનુભવી ભારતીય ખિલાડી સ્નેહ રાણા પર કોઈ ટીમે બોલી નહોતી લગાવી.