નીતા અંબાણી પાસે રહેલાં આ નેકલેસની કિંમત એટલી કે સાત પેઢીઓ આરામથી…
અંબાણી પરિવાર અને તેમાં નીતા અંબાણી (Nita Ambani)ની વાત હોય એટલે તો પૂછવું જ શું? સુંદરતાથી લઈને ફેશન અને જ્વેલરી બધું બેસ્ટ જ હોવાનું. પરંતુ આજે આપણે અહીં નીતા અંબાણીના કેટલાક નેકલેસની વાત કરીશું. આ નેકલેસની કિંમત અને એટલા સુંદર છે કે જે જોઈને તમે મોહી પડશો અને તમારી સાત પેઢીઓ બેસીને આરામથી ખાઈ શકે. ચાલો નજર કરીએ નીતા અંબાણીના આ સુંદર નેકલેસ વિશે-
નીતા અંબાણીના ક્લાસી નેકલેસની વાત કરતાં હોઈએ તો એમાં સૌથી પહેલાં યાદ આવે જામનગર ખાતે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ ફંક્શનમાં પહેરેલો ગ્રીન એમેરાલ્ડનો હાર ચોક્કસ યાદ આવે નહીં? આ હારની કિંમત વિશે અલગ અલગ રિપોર્ટમાં અલગ અલગ દાવા કરવામાં આવે છે. રિપોર્ટ પર વિશ્વાસ કરીએ તો 500થી 600 કરોડ રૂપિયા કહેવાઈ રહ્યું છે. આ સુંદર નેકલેસને તૈયાર કરવામાં ત્રણ વર્ષનો સમય લાગે છે. બે મોટા એમેરાલ્ડવાળો આ નેકલેસ ખૂબ જ સુંદર છે અને વચ્ચેનો સેન્ટર પીસ 863 કેરેટનો છે એવું કહેવાય છે. આ સિવાય નેકલેસમાં 52 કેરેટના ડાયમંડ્સ જડવામાં આવ્યા છે.
નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ઉદ્ઘાટન સમયે નીતા અંબાણીએ કુંદર અને પોલ્કી એમરાલ્ડવાળો સુંદર યુનિક નેકપીસ પહેર્યો હતો. માર્ચ, 2023માં યોજાયેલા આ કાર્યક્રમમાં નીતા અંબાણીએ સુંદર નેકલેસ સાથે કુંદનવાળા હેવી ઝુમખાં પહેર્યા હતા. એવું કહેવાય છે કે આ એન્ટિક જ્વેલરીનો સંબંધ હૈદરાબાદના નિઝામ સાથે છે અને તેની કિંમત પણ કરોડોમાં હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો: પતિ મુકેશ અંબાણીને મૂકીને આ કોની સાથે ડેઝર્ટમાં વેકેશન માણી રહ્યા છે નીતા અંબાણી? વાઈરલ ફોટો જોઈને…
દીકરા આકાશ અંબાણીના લગ્નમાં પણ નીતા અંબાણીએ લેયર્ડવાળો એમરાલ્ડ અને ડાયમંડનો નેકલેસ પહેરીને લોકોને ચોંકાવી દીધા હતા. બે સેરવાળા આ નેરલેસની સાથે નીતા અંબાણીએ મેચિંગ નોઝપીન અને માંગટીકો પણ પહેર્યો હતો જેણે નીતા અંબાણીની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દીધા હતા.
નીતા અંબાણીના જ્વેલરી કલેક્શનની વાત કરતાં હોઈએ તો ત્રણ લેયર વાળો એમરાલ્ડ અને ડાયમંડ નેકલેસને તો કઈ રીતે ભૂલાય. અનંત અંબાણીના લગ્ન સમયે નીતા અંબાણીએ આ મોંઘો અને મૂલ્યવાન સેટ પહેર્યો હતો. આ સાથે તેમણે સુંદર રાઉન્ડ એમરાલ્ડ અને ડાયમંડના ઈયર રિંગ્સ સ્ટાઈલ કર્યા હતા.
આ પણ વાંચો: Donald Trumpની પ્રી-ઈનોગ્રેશન બેશમાં નીતા અંબાણીએ પહેરેલી સાડી તૈયાર કરવા લાગ્યો આટલો સમય…
લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ થિંગ એટલે હાલમાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથગ્રહણ સમારોહમાં નીતા અંબાણીએ સુંદર એમરાલ્ડની જ્વેલરી પહેરી હતી, જેનો સંબંધ 18મી સદી સાથે હોવાનું કહેવાય છે. આ જ્વેલરીનું સેન્ટર ઓપ અટ્રેક્શન હતું તેનું પેન્ડન્ટ. આ હારની કિંમત પણ કરોડો રૂપિયામાં હોવાનું કહેવાય છે.