સ્પેશિયલ ફિચર્સ

Valentines Day: જ્યારે Nita Ambaniએ મુકેશ અંબાણી સાથે લગ્ન કરવા સસરા સામે મૂકી હતી આ શરત…

અંબાણી પરિવારના લેડી બિગ બોસ ગણાતા નીતા અંબાણી (Nita Ambani) 60 વર્ષે પણ પોતાની સ્ટાઈલ અને સુંદરતાથી લોકોના દિલ જિતી લેતા હોય છે. નીતા અંબાણી કોઈ વિશેષ પરિચયના મોહતાજ નથી અને તેઓ પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે તો ચર્ચામાં રહેતા જ હોય છે પણ તેમની લવ સ્ટોરી પણ એટલી જ ઈન્ટરેસ્ટિંગ છે. પરંતુ શું તમને ખબર છે કે મુકેશ અંબાણી (Mukesh Ambani) સાથે લગ્ન કરતાં પહેલાં સસરા ધીરુભાઈ અંબાણી (Dhirubhai Ambani) સામે એક શરત મૂકી હતી? આજથી વેલેન્ટાઈન વીકની શરૂઆત થઈ રહી છે ત્યારે ચાલો જાણીએ નીતા અંબાણીએ મુકેશ અંબાણી સાથે લગ્ન કરતાં પહેલાં શું શરત મૂકી હતી એ-

નીતા અંબાણીનો જન્મ એક મધ્યમવર્ગીય ગુજરાતી પરિવારમાં થયો હત અને તેમણે કોમર્સ અને ઈકોનોમીમાં ગ્રેજ્યુએશન પૂરું કરીને એક સ્કૂલમાં ટીચર તરીકે નોકરી કરી. આ નોકરીમાં તેમનો પગાર હતો મહિનાના આઠસો રૂપિયા. નીતા અંબાણીને બાળપણથી જ ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સ ફોર્મ ભરતનાટ્યમમાં રસ હતો અને આવી જ એક ઈવેન્ટ દરમિયાન ધીરુભાઈ અંબાણીએ પહેલી વખત નીતા અંબાણીને જોયા અને તેને જ અંબાણી પરિવારની વહુ બનાવવાનો નિર્ણય લીધો.
બસ પછી તો પૂછવું જ શું ધીરુભાઈ અંબાણી તરત જ પોતાના મોટા દીકરા મુકેશનું માંગુ લઈને નીતા અંબાણીના માતા-પિતા પાસે પહોંચી ગયા. જોકે, નીતા અંબાણીએ પોતાના થનારા સસરા સામે શરત મૂકી કે લગ્ન બાદ પણ તે કામ કરવા માંગે છે. ધીરુભાઈ અંબાણીએ પણ નીતા અંબાણીની વાત માની લીધી અને લગ્ન માટે તૈયાર થઈ ગયા.

Nita Ambani and Mukesh Ambani love story

આ દરમિયાન કેટલાક રિપોર્ટ્સમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે પરિવારની સહમતિ મળતાં જ નીતા અંબાણી અને મુકેશ અંબાણી એકબીજાને સારી રીતે ઓળખી શકાય એ માટે લગ્ન પહેલાં મળતા હતા અને આવી જ એક મુલાકાત દરમિયાન ટ્રાફિક સિગ્નલ પર કાર ઊભી રાખીને નીતા અંબાણીને ફિલ્મી સ્ટાઈલમાં પ્રપોઝ કર્યું હતું.

આ પણ વાંચો : Viral Video: Radhika Merchantના બેકલેસ ડ્રેસ પર મુકેશ અંબાણીએ આપ્યું એવું રિએક્શન કે…

Nita Ambani and Mukesh Ambani love story

લગ્ન બાદ થોડો સમય સુધી નોકરી કર્યા બાદ નીતા અંબાણીએ અંબાણી પરિવારનો ફેમિલી બિઝનેસ જોઈન કરી લીધો અને નીતા અંબાણી આજે એક સફળ બિઝનેસવુમન તરીકે પણ ઊભરીને સામે આવ્યા છે. વર્તમાન સમયમાં નીતા અંબાણી ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલનાં અધ્યક્ષ, આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમનાં માલિક તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે.

Nita Ambani and Mukesh Ambani love story

ભાઈ આ નીતા અંબાણી છે એમની તે કંઈ વાત થાય? નીતા અંબાણી પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ સિવાય તેમની વિનમ્રતા અને હમ્બલ નેચરને કારણે પણ પ્રખ્યાત છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button