ભાઈસાબ ઠાઠ હોય તો આવા, આટલા કરોડની ગાડીમાં સાડી ખરીદવા પહોંચ્યા Nita Ambani…
ભારતના જ નહીં પણ દુનિયાના સૌથી ધનાઢ્ય પરિવારમાં અંબાણી પરિવાર (Ambani Family)ની ગણતરી કરવામાં આવે છે, પરંતુ આ બધામાં સૌથી વધુ લાઈમલાઈટ કોઈ ચોરી લેતું હોય તો તે છે નીતા અંબાણી (Nita Ambani). નીતા અંબાણી પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ અને કમાલની ફેશન સેન્સથી બોલીવૂડ એક્ટ્રેસને મ્હાત આપે છે. હાલમાં જ નીતા અંબાણીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેમની જાહોજલ્લાની જોઈને તો ભલભલા લોકોની આંખો પહોળી થઈ જશે. ચાલો જોઈએ આખરે એવું તે શું કર્યું નીતા અંબાણીએ-
આ પણ વાંચો : રાધિકા આપ્ટે હવે આ ફોટોશૂટને લઈ આવી ચર્ચામાં…
વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયા પર નીતા અંબાણીનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેઓ પોતાની 10 કરોડ રૂપિયાથી પણ વધુની કિંમતની મર્સિડિઝ બેન્ઝ એસ600 ગ્રાર્ડમાં સાડીની શોપિંગ કરવા પહોંચ્યા હતા. નીતા અંબાણી જ નહીં પણ આખા અંબાણી પરિવાર પાસે લક્ઝુરિયસ કારનું કલેક્શન છે અને તેમના કાર કલેક્શનને જિયો ગેરાજ એવું નામ આપવામાં આવ્યું છે. અંબાણી પરિવાર પાસે અનેક મર્સિડિઝ એસ ક્લાસ કારો સમાવેશ થાય છે.
નીતા અંબાણી આવી આ મોંઘીદાટ કારમાં બેસીને ગઈકાલે રાત્રે બેંગલુરુમાં આવેલા એક લક્ઝરી સ્ટોર ‘ધ હાઉસ ઓફ અંગડી’માં ખરીદી કરવા પહોંચ્યા હતા. આ સ્ટોર હેન્ડલૂમ સાડીઓ, કાપડ અને પરંપરાગત કપડાં માટે ખૂબ જ જાણીતો છે. આ સમયે નીતા અંબાણી એકદમ સામાન્ય આઉટફિટમાં જોવા મળ્યા હતા. તેમણે બધાનું અભિવાદન કરીને સ્ટોરમાં પ્રવેશ કર્યો હતો. નીતા અંબાણીએ આ 600 વર્ષ જૂના સ્ટોરમાંથી સાડીઓ ખરીદી હતી.
‘ધ હાઉસ ઓફ અંગડી’ના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર નીતા અંબાણીના સ્ટોર પર પહોંચ્યા બાદ એક ખાસ નોટ લખવામાં આવી હતી અને આ પોસ્ટમાં સ્ટોરની વિઝિટર બુકમાં નીતા અંબાણીએ લખેલી નોટનો ફોટો શેર કરવામાં આવ્યો હતો. આ ફોટોમાં નીતા અંબાણી રાધારમણ સાથે સ્ટોરમાં જોવા મળે છે. ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે, ‘નીતા અંબાણી, તમારા સ્નેહ માટે આભાર.’
આ પણ વાંચો : Fact Check: દીપિકા-રણવીરે પુત્રી Dua સાથે કરાવ્યું ફોટોશૂટ, આ છે હકીકત
નીતા અંબાણીએ વિઝિટર બુકમાં આ સ્ટોરના વખાણ કરતાં વખ્યું હતું કે અહીં આવવું અને આપણા ભારતીય વારસાનો અનુભવ કરવો એ અદ્ભુત અનુભવ રહ્યો. આ દરમિયાનનો વીડિયો પણ ઈન્સ્ટાગ્રામ પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે.