ગુલાબી સાડી અને લાલી… નહીં પણ બ્લ્યુ સાડી અને અંબોડામાં ગુલાબ સાથે છવાયા Nita Ambani…
અત્યારે સોશિયલ મીડિયા પર મરાઠી ગીત ગુલાબી સાડી અને લાલી છાન છાન ખૂબ જ ટ્રેન્ડમાં છે, પણ ટ્રેન્ડમાં જે હોય એનાથી કંઈક હટકે કરીને નવો ટ્રેન્ડ શરૂ કરે એ નીતા અંબાણી (Nita Ambani)… આજે પેરિસ ઓલમ્પિકમાં નીતા અંબાણીનો દેસી લૂક એકદમ છવાઈ ગયો હતો.
નીતા અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરમેન અને સફળ બિઝનેસવુમન હોવાની સાથે સાથે જ નીતા અંબાણીની આર્ટ અને ફેશનની સુઝબૂઝ પણ એકદમ કમાલની છે, જેનો પરિચય અનેક વખત તેમણે આપ્યો છે. આજે પણ પેરિસમાં નીતા અંબાણી બ્લ્યુ સાડી અને અંબોડામાં ગુલાબ નાખીને છવાઈ ગયા હતા. આવો જાણીએ નીતા અંબાણીના આ સ્પેશિયલ લૂક વિશે વિસ્તારથી…
હાલમાં અંબાણી પરિવાર સાથે નીતા અંબાણી પેરિસમાં ઓલમ્પિક ઈવેન્ટ અટેન્ડ કરી રહ્યા છે. નીતા અંબાણીને ઓલમ્પિક કમિટીના સભ્ય પણ છે. એ જ અનુસંધાનમાં એક ઈવેન્ટમં નીતા અંબાણીએ ભારતીય એથલિટ્સ સાથે મુલાકાત કરી હતી. આ સમયે તેમની સાથે આઈઓસીના સભ્ય પી ટી ઉષા પણ હાજર હતા. બંને જણે ઈન્ડિયન હોકી ટીમ, નિરજ ચોપ્રા અને અમન સેહરાવત સાથે મુલાકાત કરીને તેમને જિત માટે અભિનંદન આપ્યા હતા.
આ સમયે નીતા અંબાણી ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા હતા, જેના ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. બ્લ્યુ કલરની સુંદર સાડીમાં નીતા અંબાણી એકદમ શોભી રહ્યા હતા. આ સાડી પર ગોલ્ડન વર્ક કરવામાં આવ્યું હતું. આ સાડી પર હેવી એમ્બ્રોઈડરીવાળી બોર્ડર લગાવવામાં આવી છે, જે એની સુંદરતામાં વૃદ્ધિ કરી રહી હતી. આ સાડી સાથે નીતા અંબાણીએ મેચિંગ ઈયરિંગ અને નેકલેસ પહેર્યો હતો. હેર સ્ટાઈલની વાત કરીએ તો આ લુક સાથે નીતા અંબોડો વાળ્યો હતો અને તેમાં એક પિંક રોઝ પિન અપ કર્યું હતું. નીતા અંબાણીનો આ લુક ખૂબ રોયલ લાગી રહ્યો છે. વિદેશની ધરતી પર પણ નીતા અંબાણીએ ભારતીયતાની સુગંધ પ્રસરાવી હતી.