નીતા અંબાણીની એક બેગની કિંમતમાં આવી જાય મુંબઈમાં ફ્લેટ, જાણો કઈ છે આ બેગ અને કેમ છે આટલી મોંઘી?

અંબાણી પરિવારના લેડી બોસ તરીકે ઓળખાતા નીતા અંબાણી (Nita Ambani) પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલની સાથે સાથે ફિટનેસ અને સુંદરતાના મામલે પણ બોલીવૂડ એક્ટ્રેસને મ્હાત આપે છે.
નીતા અંબાણીના આઉટફિટ્સથી લઈને એસેસરીઝ, જ્વેલરી, મેકઅપ દરેક વસ્તુ એકદમ બ્રાન્ડેડ અને લક્ઝુરિયસ હોય છે અને એની કિંમત સાંભળીને તો ભલભલાના હાજા ગગડી જાય. નીતા અંબાણીના બેગ કલેક્શનમાં રહેલી અનેક બેગની કિંમતમાં તો મુંબઈમાં એક ફ્લેટ ખરીદી શકાય. ચાલો જોઈએ કઈએ નીતા અંબાણીની આ ખાસ બેગ વિશે-
આપણ વાંચો: પંજાબ કિંગ્સની જીત અને મુંબઈ ઇન્ડિયન્સની હાર બાદ પ્રીતિ ઝિન્ટા અને નીતા અંબાણીના રીએકશન વાયરલ
મીડિયા રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર નીતા અંબાણીને લક્ઝુરિયસ અને બ્રાન્ડેડ વસ્તુઓનો શોખ છે અને તેમના કલેક્શનમાં રહેલી એક બેગની કિંમત આશરે 2 કરોડ રૂપિયા જેટલી છે.
Hermes Himalaya Birkin Bag નામની આ બેગની ગણતરી દુનિયાની સૌથી મોંઘી પર્સમાં કરવામાં આવે છે અને કિંમત આશરે 2 કરોડ રૂપિયાની આસપાસ છે. આ કલેક્શનની કેટલીક લિમિટેડ એડિશનની બેગની કિંમત તો 3 કરોડ રૂપિયાની આસપાસ હોવાનું કહેવાય છે.
આપણ વાંચો: પહેલાં બાંધણી અને હવે સોના-ચાંદીના દોરાથી બનેલી સાડી પહેરીને નીતા અંબાણીએ…
Hermes Birkinની બેગને દુનિયાની એક્સક્લ્યુઝિવ અને લક્ઝરી બ્રાન્ડ માનવામાં આવે છે. આ બેગ હાથથી બનાવવામાં આવે છે અને ખૂબ જ મર્યાદિત સંખ્યામાં બને છે. હિમાલય એડિશન ખાસ નિલગિરીના પર્વતોથી પ્રેરિત વ્હાઈટ અને ગ્રે ટોનમાં આવે છે અને એમાં નાઈલોટિસ ક્રોકોડાઈલની ચામડીનો ઉપયોગ કરવામાં આવે છે.
આ બ્રાન્ડની બેગ આટલી મોંઘી કેમ હોય છે એની વાત કરીએ તો આ બ્રાન્ડની કેટલીક બેગમાં વ્હાઈટ ગોલ્ડના હૂક અને લોક લગાવવામાં આવે છે, જેને કારણે તેની કિંમત કરોડો રૂપિયા સુધી પહોંચી જાય છે. આ સિવાય આ બેગની કિંમત બ્રાન્ડની વેલ્યુને કારણે તેની રેરિટી, કારિગરી અને તેને બનાવવા વાપરવામાં આવેલા મટિરિયલને કારણે પણ વધારે હોય છે.
હવે દુનિયાના ધનવાન ઉદ્યોગપતિના પત્ની નીતા અંબાણીના કલેક્શનમાં આવી લક્ઝુરિયસ બેગ ના હોય તો જ નવાઈ. નીતા અંબાણીએ આ બે કરોડ રૂપિયાની બેગ વુમન્સ પ્રીમિયર લીગના એક કાર્યક્રમમાં આ બેગ કેરી કરી હતી અને સોશિયલ મીડિયા પર આ બેગ અને તેની કિંમતને કારણે ખૂબ જ છવાઈ ગઈ હતી.