રૂ. 15000 કરોડનું એન્ટિલિયા નહીં પણ આ છે Nita Ambaniની હેપ્પી પ્લેસ, નામ જાણીને ચોંકી ઉઠશો…

હેડિંગ વાંચીને તમે પણ વિચારમાં પડી ગયા હશો કે ભાઈસાબ રૂપિયા 15000 કરોડના ખર્ચે મુંબઈ ખાતે બનાવવામાં આવેલું એન્ટિલિયા પરિવારના લેડી બોસ નીતા અંબાણી (Nita Ambani)ની હેપ્પી પ્લેસ નથી તો આખરે કઈ છે એ જગ્યા? આખરે એવું તે શું ઓછું પડ્યું છે મુંબઈના સૌથી મોંઘા ગણાતા અને તમામ સુવિધાઓથી સજ્જન એવા ઘરમાં કે નીતા અંબાણીને અહીં શાંતિ નથી મળતી? ચાલો તમને આ વિશે જણાવીએ…
અંબાણી પરિવારની ગણતરી દુનિયાના ધનવાન પરિવારમાં કરવામાં આવે છે અને અંબાણી પરિવાર મુંબઈ ખાતે આવેલા એન્ટિલિયા નામના ઘરમાં રહે છે. આ ઘરની ગણતરી મુંબઈના અને દેશના મોંઘા ઘરમાં કરવામાં આવે છે.
અનેક રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર એન્ટિલિયા એ તમામ અદ્યતન સુવિધાઓથી સજ્જ છે અને તેમ છતાં પરિવારના લેડી બોસ નીતા અંબાણીની હેપ્પી પ્લેસ આ એન્ટિલિયા નહીં પણ બીજી કોઈ જગ્યા છે.
હવે તમને પણ જાણવાની તાલાવેલી થઈ ગઈ હશે કે ભાઈસાબ આખરે એવી તે કઈ જગ્યા છે અને ત્યાં શું ખાસ છે? બરાબર ને? ચાલો વધારે સસ્પેન્સ ક્રિયેટ કર્યા વિના તમને જણાવી દઈએ. નીતા અંબાણી જ નહીં પણ આખા અંબાણી પરિવારની હેપ્પી પ્લેસ છે આપણા ગર્વીલા ગુજરાતમાં આવેલું જામનગર. જામનગર અને અંબાણી પરિવારનો નાતો ખૂબ જ ગાઢ છે, એ વાત તો આપણે જાણીએ જ છીએ અને આવું આ જામનગર જ નીતા અંબાણીને શાંતિનો અહેસાસ કરાવે છે.
નીતા અંબાણી અનેક વખત જામનગરને હેપ્પી પ્લેસ ગણાવી ચૂક્યા છે અને આ જ કારણ છે કે પરિવારના અનેક મહત્ત્વના કાર્યક્રમો, પાર્ટીઝ વગેરેનું અહીં જ આયોજન થતું હોય છે.
નીતા અંબાણીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે જામનગર માટે અમારા હૃદયમાં હંમેશાથી જ એક ખાસ જગ્યા રહી છે. અંબાણી પરિવારે ગયા વર્ષે નાના દીકરા અનંત અંબાણીના અને રાધિકા મર્ચન્ટની પ્રિ-વેડિંગ સેલિબ્રેશન અહીં જ કર્યું હતું. આ ફંક્શનમાં દેશ-વિદેશની નામી હસ્તીઓએ હાજરી આપી હતી.
આપણ વાચો: ઈવેન્ટમાં કાંચીવરમ સાડી પહેરી નીતા અંબાણીએ દીકરી ઈશા અંબાણીને પણ પાછળ છોડી, લૂક જોઈને તો…
આ સિવાય હાલમાં જ અંબાણી પરિવારે આકાશ અંબાણી અને ઈશા અંબાણીના બર્થડેનું સેલિબ્રેશન પણ જામનગર ખાતે જ કર્યું હતું, જેમાં બોલીવૂડ સેલેબ્સથી લઈને અનેક જાણીતી હસતીઓ પહોંચી હતી.
આ પાર્ટીમાં ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. આ સિવાય બોલીવૂડના ભાઈજાન સલમાન ખાનનો બર્થડે પણ અંબાણી પરિવારે જામનગરમાં જ ધામધૂમથી ઉજવ્યો હતો.
ટૂંકમાં મુંબઈનું આલિશાન અને તમામ સુવિધાઓથી સજ્જન ઘર થોડીને ગુજરાતના જામનગર ખાતે આવેલા પૈતૃક મકાન જ અંબાણી પરિવારની હેપ્પી પ્લેસ છે, અને એટલે જ પરિવારનો કોઈને કોઈ સભ્ય અવારનવાર જામનગર પહોંચી જાય છે.



