Anant-Radhikaના લગ્નમાં સાસુ Nita Ambaniએ પહેરી ખાસ વસ્તુ, કિંમત એટલી કે…
આ જ મહિને મુકેશ અંબાણી અને નીતા અંબાણી (Mukesh Ambani-Nita Ambani)ના લાડકવાયા અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્ન (Anant Ambani-Radhika Merchant Wedding) સંપન્ન થયા. આ લગ્નમાં દેશ-દુનિયાના મહેમાનોએ હાજરી આપીને ચાર ચાંદ લગાવ્યા હતા અને અંબાણી પરિવારના દરેકે દરેક સભ્યએ પણ પોતાના યુનિક અને બ્યુટીફૂલ લૂકથી લાઈમલાઈટ ચોરવામાં કોઈ કસર બાકી રાખી નહોતી. પણ આપણે અહીં વાત કરવાના છીએ નીતા અંબાણીની.
હર હંમેશની જેમ જ નીતા અંબાણી લગ્નના દરેકેદરેક પ્રસંગમાં પોતાના લૂકથી પોતાની વહુ-દીકરીઓને તો ટક્કર આપી જ હતી, પણ એની સાથે સાથે જ બોલીવૂડની હસીનાઓને પણ પાછળ છોડી દીધી હતી. પરંતુ આ જ ઈવેન્ટમાં નીતા અંબાણીના હાથમાં એક એવી વસ્તુ જોવા મળી હતી જેણે લોકોનું ધ્યાન ખાસ પોતાની તરફ ખેંચ્યુ હતું અને એની કિંમત જાણશો તો ચોંકી ઉઠશો.
અનંત-રાધિકાના રિસેપ્શનના બીજા દિવસે નીતા અંબાણી પિંક કલરની સુંદર સાડીમાં જોવા મળી હતી. કસ્ટમ પિંક મલ્ટી-રેશન કઢવા ફ્લોરલ વોવન બ્રોકેડ સાડી પહેરી હતી. નીતા અંબાણીની આ સાડી અને બ્લાઈઝ પર ચાંદીના ધાગાથી વર્ક કરવામાં આવ્યું હતું અને સિક્વન્સ પણ લગાવવામાં આવી હતી. મેચિંગ ડાર્ક પિંક બ્લાઉઝ અને સાડીમાં પહોળી બોર્ડર લગાવવામાં આવી હતી જેથી આ આઉટફિટને એક રોયલ ટચ મળી રહ્યો હતો.
આટલા સુંદર આઉટફિટ સાથે નીતા અંબાણીએ હેવી ડાયમંડ જ્વેલરી પહેરી હતી જેમાં લાંબો નેકલેસ, જ્વેલરી, ઈયરરિંગ્સ અને કડાનો સમાવેશ થાય છે. આ જ ફંક્શનમાં નીતા અંબાણીએ પોતાની આંગળીમાં મિરર ઓફ પેરેડાઈઝ નામની એક મોટી હીરાની વીંટી પહેરી હતી. જેની આપણે વાત કરી રહ્યા છીએ. આ વીંટીએ લોકોનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું. 2019માં ક્રિસ્ટી દ્વારા લિલામ કરવામાં આવેલી આ વીંટીમાં સિંગલ નંગવાળો 52.58 કેરેટનો ડી-કલરનો હીરો લગાવવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ આ વીંટીનું કનેક્શન મુઘલ્સ સાથે છે.
ઓફિશિયલ વેબસાઈટ પર આ વીંટીની કિંમત 6.5 મિલિયન એટલે કે આશરે 54 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. ગોલકોંડાની ખાણમાંથી નીકળેલા હીરા એકદમ બેસ્ટ ક્વોલિટીના માનવામાં આવે છે અને એ જ કારણે તેની કિંમત એટલી વધારે હોય છે.
પણ ભાઈ આ તો નીતા અંબાણી છે એમના માટે તો શું મોંઘુ ને શું સસ્તું… જે વસ્તુ પર હાથ મૂકે એ વસ્તુ ખરીદવા સમક્ષ છે તેઓ.