મહેંદી લગાવ્યા બાદ નીતા અંબાણીએ આ વસ્તુ પર આખા પરિવારનું નામ લખાવ્યું, જુઓ વીડિયો
પુત્ર અનંત અંબાણીના લગ્નના દરેક ફંક્શનમાં માતા નીતા અંબાણીનો લુક અફલાતુન હતો. તેમની સુંદરતા, ગ્રેસ, એલિગન્સ સામે તો હોલિવૂડ, બોલિવૂડની સુંદરીઓ પણ પાણી ભરે એમ છે. તેમની સુંદરતામા તેમના ડ્રેસઅપમાં પરંપરા સાથે આધુનિકતાનો અનોખો સંગમ જોવા મળતો હતો અને એ બધાથી પણ ઉપર સમગ્ર પરિવાર પ્રત્યેનો પ્રેમ તેમની દરેક વર્તણૂંકમાં છત્તો થતો હતો.
અનંત-રાધિકાના શુભ આશીર્વાદ સમારોહમાં નીતા અંબાણીએ એવો ડ્રેસ પહેર્યો હતો જેણે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. નીતા અંબાણીએ કસ્ટમ અબુ જાની સંદીપ ખોસલાનો પોશાક પહેર્યો હતો. નીતા અંબાણીએ ખાસ રત્ન જડિત બ્લાઉઝ સાથે હાથથી બનાવેલા જરદોઝી લહેંગાની જોડી બનાવી હતી. આ બ્લાઉઝમાં સંપૂર્ણ હાથથી ભરતકામવાળી બુટ્ટી અને પીઠ પર એક શુભ હાથી હતો. તેની સરહદ પર હાથથી ભરતકામ કરેલા હિન્દી લખાણો લખેલા હતા. નીતા અંબાણીએ વીરેન ભગત દ્વારા ડિઝાઈન કરેલી એમેરાલ્ડ જ્વેલરી સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો.
હવે તમને વિચાર આવશે કે નીતા અંબાણીએ તેમના બ્લાઉઝ પર હિંદીમાં શું લખાવ્યું હતું. તો અમે તમને જણાવી દઇએ કે નીતા અંબાણીના લુકનું ફોકસ પોઇન્ટ તેમના બ્લાઉઝની પાછળનો ભાગ હતો. તેમણે તેની પર બાળકો આકાશ, ઈશા અને અનંત અને પૌત્રો વેદ, પૃથ્વી, કૃષ્ણ અને આદિત્યના નામ લખાવ્યા હતા.
આ પણ વાંચો…વહુ Shloka Maheta, Radhika Merchantને આ રીતે ટક્કર આપી Nita Ambaniએ…
જોકે, આ પહેલી વાર નથી જ્યારે નીતા અંબાણીએ તેમના પરિવારના સભ્યોના નામ લખાવ્યા હોય. આ પહેલા નીતા અંબાણીએ પોતાની મહેંદી લગાવી હતી જેમાં આગળના હાથ પર રાધા-કૃષ્ણ દોરેલા હતા. એક તરફ પાછળની બાજુએ અનંત અને રાધિકાના નામ લખવામાં આવ્યા હતા, તો બીજી તરફ પતિ મુકેશ અંબાણી, પુત્ર આકાશ અને પુત્રવધૂ શ્લોકા, પુત્રી ઈશા અને જમાઇ આનંદ તેમજ પૌત્રોના નામ લખાવ્યા હતા.
અનંત અંબાણીએ 12 જુલાઈના રોજ રાધિકા મર્ચન્ટ સાથે જિયો વર્લ્ડ સેન્ટરમાં વૈદિક હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. દંપતીનો શુભ આશીર્વાદ સમારોહ 13મી જુલાઈએ યોજાયો હતો અને 14મી જુલાઈએ ભવ્ય લગ્ન રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ સમારોહમાં દેશવિદેશની જાણીતી હસ્તીઓએ ભાગ લીધો હતો.