Anant Ambaniએ લગ્નમાં પહેરેલી ખાસ વસ્તુનું Nita Ambani સાથે છે ખાસ કનેક્શન…
મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

Anant Ambaniએ લગ્નમાં પહેરેલી ખાસ વસ્તુનું Nita Ambani સાથે છે ખાસ કનેક્શન…

મા તો મા હૌતી હૈ પછી એ આપણી હોય કે અનંત અંબાણી(Anant Ambani)ની મમ્મી નીતા અંબાણી (Nita Ambani) પણ કેમ ના હોય? દરેક માતાને પોતાના સંતાનના લગ્નનો હરખ તો હોવાનો જ આવો જ હરખ હાલમાં મુકેશ અંબાણી-નીતા અંબાણી (Mukesh Ambani-Nita Ambani)ના લાડકવાયા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન સંપન્ન થયા. આ બધા વચ્ચે લગ્નના દિવસે અનંત અંબાણીએ ખાસ મમ્મી નીતા અંબાણી દ્વારા ડિઝાઈન કરવામાં આવેલી એક ખાસ, કિંમતી વસ્તુ પહેરી હતી, જેના વિશે આપણે વાત કરવાના છીએ. આવો જોઈએ શું છે આ ખાસ વસ્તુ- આ લગ્નને આલાગ્રાન્ડ બનાવવામાં અંબાણી પરિવારે કોઈ કસર બાકી નહોતી રાખી પછી એ વેન્યુ ડેકોરેશનની વાત હોય કે ડિઝાઈનર આઉટફિટ, જ્વેલરીની વાત હોય. દરેકમાં અંબાણી પરિવારે ધ બેસ્ટ જ પસંદ કર્યું હતું. જો તમે ધ્યાનથી જોયું હશે તે અનંતે લગ્ન સમયે એક ઘરચોળાનો સાફો પહેર્યો હતો અને આ સાફામાં સૌથી ખાસ વાત હતી તેમાં લગાવવામાં આવેલો સરપેચ.

રિપોર્ટ્સ પર વિશ્વાસ કરીએ તો ખુદ નીતા અંબાણીએ આ સરપેચ ડિઝાઈન કર્યું હતું. જી હા, આ સરપેચ બનાવનાર જ્વેલરી બ્રાન્ડ દ્વારા આ બાબતનો ખુલાસો કરવામાં આવ્યો હતો. માત્ર સરપેચ જ નહીં પણ અંબાણી પરિવારની લેડિઝે પહેરેલી જ્વેલરી પણ આ બ્રાન્ડ દ્વારા તૈયાર કરવામાં આવી હતી.

આ જ્વેલરી બ્રાન્ડે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને આ વાતનો ખુલાસો કર્યો છે કે કઈ રીતે નીતા અંબાણી પોતાના પર્સનલ કલેક્શનમાંથી સોલિટેયરનો ઉપયોગ કરીને આ સરપેચને કળાત્મક રીતે ડિઝાઈ કર્યો હતો. આ આ સાથે સાથે સરપેચમાં બર્મી રૂબી કલેક્શન સાથે જોડવામાં આવ્યું છે જેમાં બેગુએટ કટ ડાયમંડનો ઉપયોગ કરીને મોગલોની ભવ્યતાની સાથે સાથે જ બોલ્ડ આર્ટ ડેકોનું મિશ્રણ જોવા મળી રહ્યું છે.

| Also Read: Anant-Radhikaના લગ્નમાં સાસુ Nita Ambaniએ પહેરી ખાસ વસ્તુ, કિંમત એટલી કે…

આ સાથે સાથે જ બ્રાન્ડે આગળ પોતાની પોસ્ટમાં ખુલાસો કર્યો છે અનંતના કુર્તામાં રોઝ કટ ડાયમંડના બટન પણ લગાવવામાં આવ્યા હતા. આ બ્રાન્ડે અંબાણીઝની લેડિઝ માટે પણ ડિઝાઈનર જ્વેલરી ડિઝાઈન કરી હતી જેમાં નીતા અંબાણી 100 કેરેટનો યેલો ડાયમંડ અને 80 કેરેટનો એમરાલ્ડ-કટ-સોલિટેયર ડ્રોપ નેકલેસનો સમાવેશ થાય છે. આ નેકલેસને નિઝામી ઝુમકા સાથે પેયરઅપ કરવામાં આવ્યું હતું.

નીતા અંબાણીએ દીકરાના લગ્નમાં દરેક ઝીણામાં ઝીણી વસ્તુઓનું બારીકાઈથી ધ્યાન રાખીને એ વાત તો સાબિત કરી આપી હતી કે ભાઈ મા તો મા જ હોય પછી એ ભલેને કરોડોનો બિઝનેસ કેમ ના સંભાળતી હોય…

સંબંધિત લેખો

Back to top button