આમચી મુંબઈમહારાષ્ટ્રસ્પેશિયલ ફિચર્સ

આગામી 15 દિવસ સુધી Central Railwayમાં આ કારણે રહેશે ટ્રેનોના ધાંધિયા…

મુંબઈઃ મધ્ય રેલવે પર જો પ્રવાસ કરવાનું વિચારી રહ્યા હોવ તો આ સમાચાર તમારા માટે જ છે કારણ કે મળી રહેલી માહિતી પ્રમાણે આગામી 15 દિવસ સુધી મધ્ય રેલવે પર એક-બે નહીં પણ પૂરા 15-15 દિવસ સુધી બ્લોક લેવામાં આવશે. કેટલાક તાંત્રિકી કામ કામ માટે આ બ્લોક હાથ ધરવામાં આવવાનો હોઈ તેની અસર મધ્ય રેલવેના ટાઈમટેબલ પર પણ જોવા મળશે. મધ્ય રેલવેના અધિકારી દ્વારા આપવામાં આવેલી પ્રાથમિક માહિતી અનુસાર આજે એટલે કે શુક્રવારે 17મી થી શનિવાર પહેલી જૂન સુધી મધ્ય રેલવે પર સ્પેશિયલ ટ્રાફિક અને પાવર બ્લોક હાથ ધરવામાં આવશે.

રેલવે અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મધ્ય રેલવેના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (Chatrpati Shivaji Maharaj Terminus) સ્ટેશન પર 24 ડબ્બાની મેલ-એક્સપ્રેસ ટ્રેનો ઊભી રહી શકે એ માટે પ્લેટફોર્મ નંબર 10 અને 11ની લંબાઈ વધારવાનું કામ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત બીજા કેટલાક તાંત્રિક કામકાજ પણ આ બ્લોકના સમય દરમિયાન કરવામાં આવશે. બ્લોકના સમયગાળા દરમિયાન કેટલીક લાંબાં અંતરની ટ્રેનો પનવેલ તેમ જ દાદર સ્ટેશન સુધી જ દોડાવવામાં આવશે જેને કારણે લાંબા અંતરના પ્રવાસીઓને આગામી 15 દિવસ સુધી હાલાકી ભગોવવાનો વારો આવી શકે છે.

આ બ્લોકને કારણે ઉપનગરીય ટ્રેનો પર પણ અસર જોવા મળશે. આજે સીએસએમટીથી છેલ્લી લોકલ 12.14 વાગ્યે કસારા માટે છેલ્લી લોકલ દોડાવવામાં આવશે અને જ્યારે કલ્યાણથી 10.34 કલાકે સીએસએમટી માટે છેલ્લી લોકલ દોડાવવામાં આવશે. જ્યારે પહેલી લોકલ વહેલી સવારે 4.47 કલાકે સીએસએમટીથી કર્જત માટે તેમ જ થાણેથી 4 વાગ્યે સીએસએમટી માટે પહેલી લોકલ દોડાવવામાં આવશે. બ્લોકના સમય દરમિયાન ભાયખલા-સીએસએમટી વચ્ચે ટ્રેનો નહીં દોડાવવામાં આવે.

આ ટ્રેનો દાદર સુધી જ દોડાવવામાં આવશે-
12810- હાવડા-સીએસેમટી મેલ
12052- મડગાંવ-સીએસએમટી જનશતાબ્દી
22120- તેજસ-સીએસેમટી એક્સપ્રેસ
12134- મેંગ્લોર-સીએસએમટી એક્સપ્રેસ
12702- હૈદરાબાદ-સીએસએમટી હુસૈન સાગર
12810- હાવડા-સીએસેમટી એક્સપ્રેસ
22224- સાંઈનગર શિર્ડી-સીએસએમટી વંદેભારત એક્સપ્રેસ
12533- લખનઉ-સીએસએમટી પુષ્પક એક્સપ્રેસ
11058- અમૃતસર-સીએસએમટી એક્સપ્રેસ
11020- ભુવનેશ્વર-મુંબઈ કોર્ણાક એક્સપ્રેસ
આ ટ્રેનો દાદરથી રવાના થશે
11057- સીએસએમટી-અમૃતસર એક્સપ્રેસ
22177- સીએસએમટી-વારાણસી મહાનગરી એક્સપ્રેસ
12051- સીએસએમટી-મડગાંવ જનશતાબ્દી એક્સપ્રેસ
22229- સીએસએમટી-મડગાંવ વંદે ભારત એક્સપ્રેસ
22157- સીએસએમટી-ચેન્નઈ સુપરફાસ્ટ એક્સપ્રેસ

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button