SBI Credit Cardથી લઈને ચાંદી પર હોલમાર્કિંગ સહિત બદલાશે આ નિયમો, અત્યારે જ જાણી લો… | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

SBI Credit Cardથી લઈને ચાંદી પર હોલમાર્કિંગ સહિત બદલાશે આ નિયમો, અત્યારે જ જાણી લો…

દર મહિનાની પહેલી તારીખે અનેક મહત્ત્વના નિયમોમાં ફેરફાર થાય છે, જેની સીધી અસર સીધી આમ આદમીના ખિસ્સા પર જોવા મળે છે. સપ્ટેમ્બર મહિનાની પહેલી તારીખથી કેટલાક નિયમો બદલાવવા જઈ રહ્યા છે, જેમાં ચાંદી પર હોલમાર્કિંગથી લઈને એટીએમ ટ્રાન્ઝેક્શન, રાંધણ ગેસના ભાવ વગેરે જેવા ફેરફારોનો સમાવેશ થાય છે. ચાલો જોઈએ પહેલી સપ્ટેમ્બરથી કયા નિયમો બદલાઈ રહ્યા છે અને તેની તમારા પર શું અસર જોવા મળશે-

ચાંદી પર હોલમાર્કિંગ

ભારત સરકાર દ્વારા સોના-ચાંદીના વેચાણને વધારે સરળ અને ક્રિસ્ટલ ક્લિયર બનાવવા માટે નવા નિયમ બનાવવામાં આવ્યા છે અને હવે સોનાની જેમ જ ચાંદીના દાગિના પર પણ હોલમાર્કિંગ કરવું ફરજિયાત બની રહ્યું છે. આ નિયમને કારણે ચાંદીની ગુણવત્તા અને કિંમતને લઈને કડક નિયમો લાગુ થશે. જો તમે ચાંદીમાં ઈન્વેસ્ટમેન્ટ કરો છો કે પછી દાગિના બનાવવાનું વિચારી રહ્યા છો તો આ નવા નિયમને ધ્યાનમાં લેવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. એવો વિશ્વાસ વ્યક્ત કરાઈ રહ્યો છે કે આ નવા નિયમથી ચાંદીનું બજાર વધારે વિશ્વાસપાત્ર અને તેના ભાવ પર પણ અસર જોવા મળી શકે છે.

એસબીઆઈ ક્રેડિટકાર્ડના નિયમમાં બદલાવ

પહેલી સપ્ટેમ્બરથી જો તમારી પાસે એસબીઆઈનું ક્રેડિટકાર્ડ છે તો એને લઈને મહત્ત્વનો ફેરફાર થવા જઈ રહ્યો છે. હવે ક્રેડિટકાર્ડ હોલ્ડર બિલ પેમેન્ટ, પેટ્રોલ, ડિઝલની ખરીદી કે ઓનલાઈન શોપિંગ પર એક્સ્ટ્રા ચાર્જીસ વસૂલવામાં આવશે. એમાં પણ જો ઓટો ડેબિટ ટ્રાન્ઝેક્શન ફેલ થશે તો તેના પર 2 ટકાની પેનલ્ટી વસુલવામાં આવશે. આ સિવાય ઈન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન કરનારા લોકોને પણ એડિશનલ ફી ચૂકવવી પડશે તેમ જ રિવોર્ડ પોઈન્ટની વેલ્યુ પણ ઘટશે.

એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરપાર

દર મહિને પહેલી તારીખના એલપીજી ગેસના ભાવમાં વધારો કે ઘટાડો જોવા મળે છે અને એ જ અનુસંધાનમાં પહેલી તારીખે આ ગેસના ભાવમાં વધારો કે ઘટાડો જોવા મળી શકે છે. ગ્લોબલ માર્કેટના આધારે ઓઈલ કંપની દ્વારા આ ભાવ નક્કી કરવામાં આવે છે. જો આ પહેલી તારીખથી ગેસના ભાવમાં વધારો થશે તો ગૃહિણીઓનું માસિક બજેટ ખોરવાઈ શકે છે.

એટીએમ ટ્રાન્ઝેક્શન ચાર્જ

અનેક બેંક દ્વારા પહેલી તારીખે એટીએમ ટ્રાન્ઝેક્શન, સર્વિસ ચાર્જમાં કેટલાક ફેરફાર કરવામાં આવે છે. પહેલી સપ્ટેમ્બરથી એટીએમ ટ્રાન્ઝેક્શનના ચાર્જને લઈને કેટલાક ફેરફાર થવાની શક્યા છે. દરમિયાન કેટલીક બેંક દ્વારા એટીએમમાં પૈસા ઉપાડવા સંબંધિત નિયમમાં પણ ફેરફાર કરવામાં આવી શકે છે, જેની અસર તમારા ખિસ્સા પર જોવા મળશે.

એફડીના ઈન્ટરેસ્ટ રેટમાં ફેરફાર

દર મહિનાની પહેલી તારીખે બેંકો દ્વારા ફિક્સ્ડ ડિપોઝિટના રેટમાં ફેરફાર કરવામાં આવે છે. મોટાભાગની બેંકો દ્વારા કસ્ટમરને 6.5 ટકાથી લઈને 7.5 ટકા સુધીનું વ્યાજ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં પહેલી તારીખે એફડીના વ્યાજદરમાં વધારો કે ઘટાડો થઈ શકે છે.

જીએસટીમાં થશે ફેરફાર?

3જી અને ચોથી સપ્ટેમ્બરના દિલ્હીમાં જીએસટી કાઉન્સિલની બેઠક યોજાશે અને એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે આ બેઠક દરમિયાન જીએસટીને લઈને કેટલાક મહત્ત્વના ફેરફાર થઈ શકે છે. દરમિયાન એવો વિશ્વાસ પણ વ્યક્ત કરાઈ રહ્યો છે કે જીએસટી કાઉન્સિલની બેઠક દરમિયાન ટેક્સ ઘટાડવા મુદ્દે પણ મહત્ત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button