મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

વહુ Shloka Maheta, Radhika Merchantને આ રીતે ટક્કર આપી Nita Ambaniએ…

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ (Anant Ambani And Radhika Merchant)ના બીજા પ્રિ-વેડિંગ ફંક્શનને લઈને દરરોજ કોઈને કોઈ નવી ચર્ચા અને વાતો સાંભળવા મળતી હોય છે. આ ઈવેન્ટમાં અંબાણી પરિવારની લેડિઝના એવા એવા અંદાજ જોવા મળ્યા હતા. આ ઈવેન્ટમાં અંબાણી પરિવારની વહુઓ શ્લોકા મહેતા અને રાધિના મર્ચન્ટ (Shloka Mehta And Radhika Merchant)ને સાસુ નીતા અંબાણી (Nita Ambani)એ પણ ફેશનસેન્સમાં જોરદાર ટક્કર આપી હતી.

નીતા અંબાણીના સ્ટાઈલિશ કપડામાં નીતા અંબાણીએ માત્ર વહુ શ્લોકા અને રાધિકા જ નહીં પણ બોલીવૂડની હસીનાઓને પણ ટક્કર આપી હતી. નીતા અંબાણી સ્ટાઈલિશ આઉટફિટ્સને હવે ટોક ઓફ ધ ટાઉન બની ગયા છે. ઈવેન્ટના દરેક ફંક્શનમાં નીતા અંબાણી એકદમ ખાસ અંદાજમાં જોવા મળ્યા હતા અને દરેક લૂકમાં તેઓ એકદમ એલિગન્ટ લાગી રહ્યા છે. નીતા અંબાણીનો દરેક લૂક એકદમ ખાસ અને ડિઝાઈનર પીસ હતો અને તેમણે એને ખૂબ જ ખાસ રીતે સ્ટાઈલ કર્યું હતું. નીતા અંબાણીના આ લૂક્સ લોકોના દિલ જિતી રહી છે.

Also Read: Aishwarya Rai-Bachchanની જેમ શું વધુ એક સદસ્ય કહેશે Bachchan Familyને અલવિદા?

પરંતુ આ બધા વચ્ચે સ્ટારી નાઈટમાં નીતા અંબાણી (Nita Ambani)એ પહેરેલો આઉટફિટ ખૂબ જ કિંમતી હતો. આ આઉટફિટ જ્યોર્જિયો અર્માનીના ટુ પીસ ડ્રેસ પર ક્રિસ્ટલ વર્ક કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં પણ આ આઉટફિટના ગળા પર પર્લ વર્ક કરવામાં આવ્યું હતું. આ બ્લિંગી આઉટફિટ સાથે નીતા અંબાણીએ ડાયમંડ ઈયરરિંગ્સ અને રિંગ્સ પહેરીને પોતાનો લૂક કમ્પલિટ કર્યો હતો. હેર સ્ટાઈલમાં તેમણે વેવી પોનીટેલ સ્ટાઈલ કરી હતી અને એમાં ક્રિસ્ટલવાળી હેયર એસેસરીઝ પણ કેરી કરી હતી.

આ ઉપરાંત ગ્રાન્ડ ડોટર વેદાના બર્થડે સેલિબ્રેશન માટે પણ નીતા અંબાણી વન શોલ્ડર ડ્રેસ કેરી કર્યો હતો અને આ ડ્રેસમાં ફેધર્સ લગાવવામાં આવ્યા હતા. આ આઉટફિટ પર તેમણે ગોગલ્સ અને લાઈટ ઈયરિંગ કેરી કર્યા હતા. આ ગ્રીન ડ્રેસ વેલેન્ટિનોની હતી. આ ઉપરાંત એક બીજી ઈવેન્ટમાં નીત અંબાણીએ જંપસૂટ પણ પહેર્યો હતો અને આ ડ્રેસમાં 60 વર્ષની ઉંમરે પણ નીતા અંબાણી એકદમ કમાલના લાગી રહ્યા છે.

Also Read: જમાઈ Zaheer Iqbalના પગે લાગતાં જ Shatrughna Sinhaએ આપ્યું આવું રિએક્શન…

અંબાણી પરિવારની લેડિઝની વાત જ કંઈક અલગ છે પછી સાસુ નીતા અંબાણીની વાત હોય કે વહુ શ્લોકા કે રાધિકાની. એમાં પણ અંબાણી પરિવારના બીજા પ્રિ-વેડિંગ ફંક્શનમાં રાધિકા. શ્લોકા અને નીતા અંબાણીના અલગ અલગ લૂકના ફોટો વાઈરલ થઈ રહ્યા છે અને લોકો એમના ફોટો પરથી નજર હટાવી શક્યા નહોતા. અનંત અને રાધિકાના લગ્ન 12મી જુલાઈના થવાના છે અને ત્રણ દિવસ સુધી આ વેડિંગ ફંક્શન્સ ચાલશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button