શુક્રવારે કરો આ 5 ખાસ ઉપાય, આર્થિક તંગી દૂર થશે, તિજોરી ધનથી છલકાશે…

હાલમાં શારદીય નવરાત્રિ ચાલી રહી છે અને બીજી ઓક્ટોબર દશેરા સાથે આ નવરાત્રિનું સમાપન થશે. આજે શારદીય નવરાત્રિનો શુક્રવાર છે અને આજના દિવસે કેટલાક ઉપાયો કરવાથી જીવનમાં કરિયર, પારિવારિક અને આર્થિક દ્રષ્ટિએ પણ ખુબ જ લાભ અને પ્રગતિ થઈ રહી છે. આજે અમે અહીં તમને આવા જ કેટલાક ખાસ ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેને કરીને તમે આ બધું હાંસિલ કરી શકો છો.
આર્થિક સમસ્યા દૂર કરવા આ ઉપાય કરોઃ

શુક્રવારના દિવસે કેટલાક ખાસ ઉપાયો કરવાથી જીવનમાં સકારાત્મકતા આવે છે અને સફળતા મળે છે. જો તમે પણ આર્થિક તંગીને દૂર કરવા માંગો છો અને જીવનમાં સફળ થવા માંગો છો તો અહીં જણાવેલા કેટલાક ઉપાયો ચોક્કસ કરી શકો છો.
આર્થિક સમસ્યામાંથી છુટકારોઃ

જો તમે આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છો કે પછી આર્થિક સ્થિતિને મજબૂત બનાવવા માંગતા હોવ તો નવરાત્રિના આ શુક્રવારે હળદરની પાંચ સાબૂત ગાંઠો અને એક રૂપિયાનો સિક્કો પીળા રંગના કપડાંમાં બાંધીને રાખો. આ પોટલીને મંદિરમાં રાખો અને પોતાના ગુરુ કે ઈષ્ટદેવનું સ્રમણ કરીને ઘીનો દીવો પ્રગટાવો. જ્યારે દીવો પોતાની રીતે બૂઝાઈ જાય ત્યારે હળદર અને એક રૂપિયાના સિક્કાવાળી પોટલીને મંદિરથી ઉપાડીને તિજોરી કે કબાટમાં રાખી મૂકો. આવું કરવાથી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે.
કેસરનું તિલક લગાવીને નીકળોઃ

જો તમે આજે કોઈ મહત્ત્વના કામ માટે ઘરની જાવ છો તો શુક્રવારે કેસરનું તિલક લગાવીને નીકળો. જો ઘરમાં કેસર ના હોય તો હળદરનું તિલક લગાવીને ઘરની બહાર નીકળો. આવું કરવાથી તમને તમારા મહત્ત્વના કામમાં 100 ટકા સફળતા મળશે.
તિજોરી ધનથી છલકાશેઃ

ઘરની તિજોરીઓ પૈસાથી છલકાતી રહે, તમારી ઉપર માતા લક્ષ્મીની કૃપા વરસે તો તમારે શુક્રવારે સ્નાન વગેરે કરીને એક વાટકી લઈને તેમાં હળદર અને પાણી મિક્સ કરો. હવે આ હળદરની મદદથી તમારા ઘરના મુખ્ય દ્વારની બંને બાજુ નાના નાના પગલાંના નિશાન બનાવો. ત્યાર બાદ દિવાલ પર બંને બાજું એક એક સ્વાસ્તિકનું ચિહ્ન બનાવો અને માતા લક્ષ્મીનું ધ્યાન કરો. આવું કરવાથી તિજોરીઓ ધનથી તિજોરીઓ છલકાતી રહેશે.
પારિવારિક જીવનની સમસ્યા દૂર કરોઃ

જો તમારા પારિવારિક જીવન, વૈવાહિક જીવનમાં કોઈ સમસ્યા આવી રહી હશે તો આ સ્થિતિમાંથી બહાર આવવા માટે શુક્રવારના દિવસે દૂધ, ચોખાની ખીર બનાવીને તેમાં થોડું કેસર મિક્સ કરો. હવે શ્રી વિષ્ણુજીને આ ખીરનો ભોગ લગાવો. આ સાથે માધવાય નમઃ મંત્રનો જાપ કરો. આ ઉપાય કરવાથી દાંપત્ય જીવનમાં કે પારિવારિક કલહ કે મતભેદ દૂર થશે.
ઘરમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાયઃ

જો તમે ઈચ્છો છો તે તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય તો એના માટે શુક્રવારે પીતળના વાસણને ઘરના મંદિરમાં સ્થાપિત કરો. ત્યાર બાદ વિધિ-વિધાનથી આ વાસણની પૂજા કરો અને પૂજા બાદ આ વાસણનો ઉપયોગ રસોડામાં કરો. આ ઉપાય કરવાથી ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિનું આગમન થશે.