નવરાત્રિ 2025: નવ દિવસ માટે આ છે શુભ રંગ, જાણો કયા દિવસે કયા રંગના કપડાં પહેરશો?
સ્પેશિયલ ફિચર્સ

નવરાત્રિ 2025: નવ દિવસ માટે આ છે શુભ રંગ, જાણો કયા દિવસે કયા રંગના કપડાં પહેરશો?

આવતીકાલથી નવલા નોરતાં શરૂ થવા જઈ રહ્યા છે. આ નવ-નવ દિવસ મા આદ્યશક્તિની પૂજા કરવાનો દિવસ. નવે-નવ દિવસ દિવસ ચાલનારા આ પર્વ દરમિયાન માતાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિ એટલે માત્ર-પૂજા અર્ચના કરવાનો પર્વ નહીં પણ લોકો પહેરવેશ પર પણ ખાસ ધ્યાન આપે છે.

નવ દિવસ દરમિયાન લોકો અલગ અલગ કલરના કપડાં પહેરે છે અને દરેક દિવસના કલરનું એક આગવું મહત્ત્વ છે. નવરાત્રિમાં દરરોજ યોગ્ય કલરના કપડાં પહેરવાથી જીવનમાં સકારાત્મક્તા આવે છે. ચાલો જોઈએ નવલા નોરતાના કયા દિવસે તમે કયા કલરના કપડાં પહેરશો અને તેનું શું મહત્ત્વ છે એ

પહેલાં દિવસેઃ સફેદ
નવરાત્રિના પહેલાં દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે અને આ દિવસે સફેદ કલરના કપડાં પહેરવાનું ખૂબ જ શુકનિયાળ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ કલર મા શૈલપુત્રીને ખૂબ જ પસંદ છે. આ કલરના કપડાં પહેરવાથી જીવનમાં માતાની કૃપા વરસે છે.

બીજો દિવસ: લાલ રંગ
નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવાનું જણાવામાં આવ્યું છે અને આ દિવસે લાલ રંગના કપડાં પહેરવા શુભ રહેશે. એવું કહેવાય છે કે લાલ રંગ ઊર્જા, સાહસ અને ભક્તિનું પ્રતિક માનવામાં આવે છે અને માતારાણીની મહેર થાય છે.

ત્રીજો દિવસઃ રોયલ બ્લ્યુ
ત્રીજા નોરતે માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે અને આ દિવસે રોયલ બ્લ્યુ કલરના કપડાં પહેરવાનું ખાસ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. આ રંગ પહેરવાથી જીવનમાં નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને સુરક્ષિતતાનો અનુભવ થાય છે.

ચોથો દિવસઃ પીળો
ચોથા નોરતે માતા કુષ્માંડાને સમર્પિત કરવામાં આવ્યો છે અને આ દિવસે તેમની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ કારણ કે પીળા રંગનો સંબંધ બુદ્ધિ અને જ્ઞાન સાથે છે.

પાંચમો દિવસઃ ગ્રીન
નવરાત્રિના પાંચમા દિવસે સ્કંદ માતાની પૂજા કરવાનું શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે. પાંચમા દિવસે ગ્રીન કલરના વસ્ત્રો ધારણ કરવા જોઈએ. આ રંગને સુખ, સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે અને આ રંગના કપડાં પહેરવાથી સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે.

છઠ્ઠો દિવસઃ કેસરી
છઠ્ઠા નોરતે માતા કાત્યાયનિની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે.આ દિવસે કેસરી રંગના કપડાં પહેરવા જોઈએ. કેસરી રંગને ઉત્સાહ, સાહસ અને પ્રેરણાનું પ્રતિક માનવામાં આવે છે. જીવનમાં આ રંગ લડવાની અને સતત આગળ વધવા પ્રોત્સાહન આપે છે.

સાતમો દિવસઃ ગ્રે
નવરાત્રિના સાતમા દિવસે કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે, જેને આપણે સૌ કાળી માતા તરીકે પણ ઓળખીએ છીએ. આ દિવસે ગ્રે કલરના કપડાં પહેરવા જોઈએ. ગ્રે કલર શાંતિ અને સ્થિરતાનું પ્રતિક છે. આ સાથે સાથે આ રંગ અસત્ય પર સત્યના વિજયનું પ્રતિક પણ છે જે જીવનમાં ધીર-ગંભીરતાનો સંદેશ આપે છે.

આઠમો દિવસઃ ગુલાબી
શારદીય નવરાત્રિનું આઠમા નોરતે મહાગૌરીની આરાધના કરવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે વ્રત પૂજા કરવાથી વિશેષ કૃપા મળે છે. આ દિવસે ગુલાબી રંગના કપડાં પહેરવા જોઈએ. માતા રાણીની વિશેષ કૃપા જીવનમાં ખુશહાલી લાવે છે.

નવમો દિવસઃ જાંબુળી
નવરાત્રિનો નવમા દિવસે મા સિદ્ધરાત્રિની પૂજા માટે સમર્પિતછે અને તેમને જાંબુળી રંગ ખૂબ જ પ્રિય છે. આ દિવસે જાંબુળી કે પર્પલ કલરના કપડાં પહેરવાનું જણાવવામાં આવ્યું છે. આ રંગના કપડાં પહેરવાથી જીવનમાં માતાની વિશેષ કૃપા અને શુભ પરિણામો અને આશિર્વાદ મળે છે.

આ પણ વાંચો…નવરાત્રિ શક્તિની સાધનાનો મહાપર્વ: આ વસ્તુ ભૂલથી પણ ન કરતા, અધૂરું રહી જશે તમારું વ્રત

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button