નવરાત્રીના નવ દિવસ ક્યા રંગના ચણિયાચોલી પહેરશો? આ રહી શુભ રંગોની યાદી...
સ્પેશિયલ ફિચર્સ

નવરાત્રીના નવ દિવસ ક્યા રંગના ચણિયાચોલી પહેરશો? આ રહી શુભ રંગોની યાદી…

નવરાત્રીની રાહ ખેલૈયાઓ કાગડોળે જોઈ રહ્યા છે. માતાની આરાધના સાથે આ તન મનને થિરકાવવાનો પણ તહેવાર છે. ગુજરાતમાં નવરાત્રીના રંગ કંઈક ન્યારા જ હોય છે.

આ વખતે 22 તારીખથી નવરાત્રી શરૂ થાય છે અને 1લી તારીખે દશેરા ઉજવવામાં આવશે. નવરાત્રીના નવ દિવસ મા શક્તિના નવ રૂપની આરાધના થાય છે. આ દિવસો દરમિયાન રોજ એક શુભ રંગ પહેરવાનુંચલણ મહિલાઓમાં ખાસ છે.

મુંબઈમાં ખાસ કરીને રેલવે સ્ટેશન, લોકલ ટ્રેન કે ઓફિસોમાં મહિલાઓ આ ખાસ રંગના કપડા પહેરીને આવે છે. તમારે પણ આ નવે નવ દિવસ ગરબે ઘુમવા જવાનું છે અને તમારી પાસે પણ રોજના અલગ અલગ ચળિયાચોલી છે, પણ તમે કન્ફ્યુઝ છો કે આજે કયા પહેરવા, તો આ લિસ્ટ તમને કામ આવશે.

પહેલું નોરતું મા શૈલપુત્રીની પૂજા થાય છે, આ દિવસે સફેદ રંગ શુભ રહેશે
બીજા નોરતે બ્રહ્મચારિણીદેવીની પૂજા થાય છે, આ દિવસે લાલ રંગ શુભ રહેશે
ત્રીજું નોરતું મા ચંદ્રઘંટાને સમર્પિત છે, આ દિવસે બ્લ્યુ રંગ પહેરવો
ચોથું નોરતું માતા કુષ્માંડાની પૂજા માટે છે, આ દિવસે પીળો રંગ પહેરવાનો છે
શુક્રવારે પાંચમું નોરતું સ્કંદમાતાની આરાધનાનું છે, આ દિવસે લીલો રંગ પહેરવો શુભ રહેશે
છઠ્ઠા નોરતે કાત્યાયની દેવીની આરાધના કરવાની છે, આ દિવસે રાખોડી રંગ (ગ્રે) પહેરવો
સાતમા નોરતે મા જગદંબાની વંદના કરવાની છે, આ દિવસે નારંગી રંગ શુભ રહેશે
આઠમા નોરતે મહાગૌરીની પૂજા કરવામાં આવે છે, આ દિવસે પિકોક ગ્રીન-રામા શુભ રહેશે
છેલ્લા નોરતે મા સિદ્ધિદાત્રીની પૂજા થાય છે, આ દિવસે ગુલાબી રંગ પહેરવો શુભ રહેશે

આ પણ વાંચો…નવરાત્રિ 2025: ઘટસ્થાપનાનું શુભ મુહૂર્ત ક્યારે છે? જાણો કઈ તિથિએ કયા દેવીની પૂજા કરશો

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button