ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

Navratri સુધરશે આ રાશિના જાતકોની, Bank Balanceમાં થશે વૃદ્ધિ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

આવતીકાલ એટલે કે 3જી ઓકટોબરથી થઈ રહી છે અને 12મી ઓક્ટોબરના દશેરાના દિવસે રાવણ દહન સાથે સમાપ્ત થશે. દર વખત કરતાં આ વખતની નવરાત્રિ થોડી ખાસ રહેશે, કારણ કે કેટલીક એવી રાશિઓ છે કે જેમના દિવસો નવરાત્રિથી ફરી જશે. પરંતુ આ વખતે નવરાત્રી શરૂ થવાના એક દિવસ પહેલા એટલે કે બીજી ઓક્ટોબરની રાતે વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ પણ થવા જઈ રહ્યું છે. જોકે, આ બાબતે બહુ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે નોરતા પર સૂર્યગ્રહણની છાયા પણ નથી પડવાની. મુંબઈના એક પ્રખ્યાત જ્યોતિષાચાર્યે આપેલી માહિતી અનુસાર આ વખતે શારદિય નવરાત્રી શરૂ થતા જ દેવી માતાની કૃપાથી તમામ રાશિઓને લાભ થશે. પણ તેમ છતાં ત્રણ રાશિઓ એવી છે કે જેમને વિશેષ લાભ થઈ રહ્યો છે. ટૂંકમાં કહીએ તો આ રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યા છે. આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ તો મળશે જ પણ એની સાથે સાથે તેમના બેંક બેલેન્સમાં પણ વૃદ્ધિ થશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ…

વૃષભ:

According to astrology, people of this zodiac sign are lucky, get immense success with the grace of Mother Lakshmi.

મા અંબાના આશીર્વાદથી આ રાશિના જાતકોના જીવનમાં સુખ, શાંતિ અને સ્થિરતા વધશે. તણાવ અને ચિંતાથી મુક્તિ મળશે. આવકના નવા નવા સ્ત્રોત ખુલશે, જેને કારણે મન પ્રસન્ન રહેશે. કોઈ જગ્યાએ રોકાણ કર્યું હશે તો તેનાથી પણ લાભ થશે. કામના સ્થળે પ્રગતિ થતાં બેંક બેલેન્સમાં પણ વધે. બિઝનેસમાં વિસ્તારની નવી તકો મળશે. લાભમાં વધારો થશે પરિવારમાં સુખ શાંતિનો માહોલ રહેશે. માતા પિતાના આશીર્વાદ મળશે.

સિંહ:

સિંહ રાશિના જાતકો માટે પણ આ સમયગાળો એકદમ અનુકૂળ અને આત્મ વિશ્વાસમાં વૃદ્ધિ કરનારો રહેશે. જીવનમાં સકારાત્મકતા વધશે.નવા પોઝિટિવ વિચારોને જીવનમાં સ્થાન આપશો. આવકમાં વૃદ્ધિ થશે. નોકરીમાં સ્થિરતા આવવાથી માનસિક શાંતિ રહેશે. વેપારમાં લાભ થવાની શક્યતા છે. વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ વર્ક પૂરું કરવામાં સીનિયરોનો સાથ મળશે. પરિવારની સાથે સમય વિતાવવાની તક મળશે. વૈવાહિક જીવન સુખદ અને ખુશહાલીથી ભરપુર રહેશે.

આ પણ વાંચો : આજનું રાશિફળ (02-10-24): ત્રણ રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન, થશે ધનલાભ… જાણી લો શું છે તમારી રાશિના હાલ?

તુલા:

According to astrology, people of this zodiac sign are lucky, get immense success with the grace of Mother Lakshmi.

નવરાત્રિમાં મા દેવીની કૃપાથી તમને આ સમયે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. જીવનમાં શાંતિ અને સુખનો અહેસાસ કરશો. તણાવ દૂર થશે. નોકરીમાં પ્રગતિની તકો મળશે. બેંક બેલેન્સમાં વધારો જોવા મળશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારું પ્રદર્શન કરશો. પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે. કુંવારા લોકો માટે માંગા આવશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. કોઈ જૂની માંદગીમાંથી મુક્તિ મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button