Indian Railwaysનું અનોખું રેલવે સ્ટેશન, ટિકિટ બારી છે એક રાજ્યમાં, સ્ટેશન મેનેજરની ઓફિસ બીજા રાજ્યમાં…

ભારતીય રેલવે (Indian Railways)એ દુનિયાનું સૌથી વ્યસ્ત કહી શકાય એવું રેલવે નેટવર્ક છે અને દરરોજ કરોડો પ્રવાસીઓ આ ભારતીય રેલવે દ્વારા દોડાવવામાં આવતી ટ્રેનોમાં પ્રવાસ કરે છે. પરંતુ એમાંથી અનેક રેલવે સ્ટેશન ખૂબ જ અનોખા હોય છે. આજે આપણે અહીં આવા જ એક રેલવે સ્ટેશન વિશે વાત કરીશું કે જે બે રાજ્યમાં વહેંચાયેલું છે અને ખાસ વાત એ છે કે આ સ્ટેશન પ્રવાસીને બેસવા માટે એક બેન્ચ પણ લગાવવામાં આવી છે જે અડધી એક રાજ્યમાં છે અને અડધી બીજી રાજ્યમાં. ચાલો જોઈએ કયું છે આ રેલવે સ્ટેશન અને ક્યાં આવેલું છે?
આપણામાંથી પણ મોટાભાગના લોકોએ ક્યારેકને ક્યારેક ટ્રેનમાં મુસાફરી કરી જ હશે અને તમને જાણીને નવાઈ લાગશે કે ભારતીય રેલવેના અનેક રેલવે સ્ટેશન સાથે ખૂબ જ રસપ્રદ ફેક્ટ્સ અને ઈન્ફોર્મેશન જોડાયેલા છે. જેના વિશે જાણીને આપણે ચોંકી ઉઠીએ છીએ.
આજે અમે અહીં જે રેલવે સ્ટેશનની વાત કરી રહ્યા છીએ એ બે ભાગમાં વહેંચાયેલું છે અને સોશિયલ મીડિયા પર આ અનોખા રેલવે સ્ટેશનનો ફોટો અવારનવાર વાઈરલ થતો હોય છે. આ રેલવે સ્ટેશન મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્ય વચ્ચે વહેંચાયેલું છે. આ સ્ટેશન પર પ્લેટફોર્મની વચ્ચો વચ્ચ એક લાઈન ડ્રો કરવામાં આવી છે. પ્લેટફોર્મ પર રહેલી એક બેન્ચના બે ભાગમાં વહેંચવામાં આવી છે અને તેના પર અડધામાં મહારાષ્ટ્ર અને અડધામાં ગુજરાત લખવામાં આવ્યું છે.
આ વાઈરલ રેલવે સ્ટેશન વેસ્ટર્ન રેલવે ઝોનમાં આવે છે અને સુરત-ભુસાવળ રેલવે લાઈન પર સ્થિત છે. મહારાષ્ટ્રના નંદુરબાર અને ગુજરાતના તાપી જિલ્લામાં આવેલા આ રેલવે સ્ટેશનનું નામ છે નવાપુર. આ રેલવે સ્ટેશન ખૂબ જ લોકપ્રિય છે અને ટુરિસ્ટ અહીં આવીને ફોટો અને વીડિયો બનાવતા હોય છે.
મજાની વાત તો એ છે રે આ રેલવે સ્ટેશન પર અંગ્રેજી સિવાય મરાઠી અને ગુજરાતી ભાષામાં એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે જેથી પ્રવાસીઓને સરળતા રહે. આ સિવાય આ સ્ટેશન પર ટિરિટ બારી આવેલી છે અને મહારાષ્ટ્રમાં અને સ્ટેશન મેનેજરની ઓફિસ આવેલી છે ગુજરાતમાં.
હવે જ્યારે પણ તમને કોઈ જગ્યાએ ફરવા જવાનું મન થાય તો આ રેલવે સ્ટેશનની મુલાકાત ચોક્કસ લેજો. છે ને એકદમ અનોખી માહિતી? તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે આ માહિતી શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…
આ પણ વાંચો…Well done Indian railways: વિદેશી મહિલાએ પહેલીવાર ટ્રેનમાં પ્રવાસ કરી શું કહ્યુ, જૂઓ વીડિયો