ગુરુ કેતુની યુતીથી બનશે નવપંચમ યોગ, કરાવશે આ રાશિઓને બંપર લાભ

જ્યારે પણ કોઈ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે ત્યારે તેનો પ્રભાવ દરેક રાશિઓ પર પડે છે. જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુ અને કેતુ બંનેને ખાસ ગ્રહ માનવામાં આવે છે. આ બે ગ્રહો જ્યારે એક રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે કેટલાક યોગ રચાય છે.
પહેલી મેના રોજ વૃષભ રાશિમાં ગુરુ પ્રવેશ કરશે. બીજી તરફ કેતુ કન્યા રાશિમાં વિરાજમાન છે જેને કારણે સિંહ રાશીના નવમા ભાવમાં ગુરુ અને કેતુની યુતી બની રહી છે. ગુરુ અને કેતુની આ યુતીથી નવપંચમ યોગનું નિર્માણ થઈ રહ્યું છે જ્યોતિષશાસ્ત્રમાં નવપંચમ યોગ ઘણો જ શુભ માનવામાં આવે છે. એમ કહેવાય છે કે જેની રાશિમાં નવપંચમ યોગ બને છે તેની તો કિસ્મત જ ચમકી જાય છે. એની બિઝનેસમાં કરિયરમાં અને દરેક ક્ષેત્રે ઘણી પ્રગતિ થાય છે અને ઘણો ફાયદો મળે છે આપણે આ નવપંચમ યોગને કારણે કઈ રાશિ અને બમ્પર લાભ મળી રહ્યો છે તે જોઈએ.

ગુરુ અને રાહુની યુતીથી કન્યા રાશિવાળાઓની કિસ્મત ચમકી જવાની છે. તેમને વેપારમાં પણ ફાયદો થશે એમને દરેક કાર્યમાં સફળતા મળશે નોકરી કરતા લોકો માટે પણ ઘણો સારો સમય છે. રોકાણ માટે પણ આ સમય ઘણો જ શુભ રહેશે. ઘરમાં ધાર્મિક અથવા શુભ કાર્યક્રમોનું આયોજન થઈ શકે છે.

મકર રાશિના જાતકોને ગુરૂ અને રાહુના સહયોગથી લાભ થવાનો છે. કોઈપણ નવો ધંધો શરૂ શરૂ કરી શકશો અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ થઈ શકે છે. માન-સન્માનમાં વધારો થશે. વાહન કે મિલકત ખરીદીના યોગ બની રહ્યા છે.

વૃષભ રાશી ના જાતકો માટે ગુરુ અને રાહુની મૂર્તિ ઘણી શુભ માનવામાં આવી રહ્યું છે. આ સમયે તમારા ભાગ્યમાં સારો આર્થિક લાભ થવાનો લખાયેલું છે. ઉપરાંત તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો થશે. જે લોકો વેપાર કરી રહ્યા છે તેઓ નફો કરી શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા સારી નોકરીની તક મળી શકે છે.

સિંહ રાશી ના જાતકોને મોટું પદ મળી શકે છે. તેમને કામના સંબંધમાં વિદેશ જવાનું થઇ શકે છે તમને રોકાણમાંથી પણ પૈસા મળશે જીવનની તમામ સમસ્યાનું નિરાકરણ આવી જશે. લાંબા સમયથી લેણા નીકળતા પૈસા મળવાની પણ સંભાવના છે. તમને કારકિર્દીમાં પણ સફળતા મળી શકે છે. પોતાના શબ્દોથી તેઓ લોકોના દિલ જીતી લેશે