વાસી રોટલી ખાવાનું પસંદ ન કરતા હો તો આ વાંચો, આજથી ગપાગપ ખાવા માંડશો

વિદેશોમાં આખા મહિનાની રોટલી વણી, તેને શેકી ડીપ ફ્રીજરમાં ભરી, જરૂર પડે ત્યાં ઓવનમાં ગરમ કરવાની પદ્ધતિ વર્ષોથી છે, પણ ભારતમાં તો ભઈ ગરમ ગરમ ફુલકા ન મળે તો મગજ ગરમ થતા વાર નથી લાગતી. ઘણાને તો ભાણામાં આવેલી રોટલી ખાતા ખાતા ઠંડી થાય તો પણ બીજી માગવાની આદત હોય છે. હવે તેવામાં તમને કોઈ વાસી રોટલી ખાવા આપે તો. જો કોઈ તમને એક દિવસની વાસી રોટલી ખાવા આપે તો તેમનો આભાર માનજો કારણ કે તેમણે તમારા શરીરનું એક મહત્વનું વિટામિન તમને આપી દીધું છે. ચાલો જાણીએ વાસી રોટલીમાં આ તે કયુ પોષક તત્વ છે.
આ વિટામિન બી-12 (vitamin B-12). શરીરમાં પોષકતત્વોની ઉણપમાં વિટમીન બી-12ની ઉણપ હવે સામાન્ય થઈ ગઈ છે. ખાસ કરીને માત્ર શાકહારી ભોજન લેતા લોકો માટે વિટામીન-બી-12 મેળવવાના સ્ત્રોત ઘણા ઓછા છે. તેમાં પણ ફિલ્ટર્ડ પાણીના આગ્રહને લીધે પાણીમાંથી પણ બી-12 મળતું નથી. ત્યારે અમે તમને એક ખૂબ જ સરસ, સાદો, સરળ અને સસ્તો રસ્તો બતાવવા જઈ રહ્યા છીએ.

વિટામિન બી-12ની ઉણપ લાવે છે આ સમસ્યાઓ
વિટામિન B12 (કોબાલામિન)ની ઉણપ શરીર માટે આફત બની શકે છે. આજકાલ લોકોમાં સૌથી વધુ વિટામિન બી12ની ઉણપ જોવા મળે છે. કારણ કે તે ખૂબ જ ઓછા ખાદ્યપદાર્થમાં મોજૂદ હોય છે. વેજીટેરિયન લોકો માટે તેના નેચરલ સોર્સ પણ ઓછા થઇ જાય છે.
આ વિટામિન રેડ બ્લડ સેલ્સ અને ડીએનએ બનાવવા માટે જરૂરી હોય છે. તેની ઉણપથી થાક, શરીર ઢીલું પડી જવું, માથાનો દુઃખાવો, ડિપ્રેશન જેવા લક્ષણો જોવા મળે છે, પેટ સંબંધિત ફરિયાદ, મોંઢા અને જીભમાં સોજા, મસલ્સમાં દુઃખાવો, નસોમાં દુઃખાવો થઇ શકે છે. તો ચાલો આ બધી સમસ્યાથી બચવાનો ઉપાય તમને જણાવી દઈએ.
વાસી રોટલી કઈ રીતે આપે છે વિટામિન બી-12 ?
ન્યૂટ્રિશનિસ્ટ અનુસાર, જ્યારે આપણે ઘઉંની રોટલીને આખી રાત મુકી દઇએ છીએ ત્યારે તેમાં ફર્મેટેશન પ્રોસેસ શરૂ થઇ જાય છે. આ દરમિયાન હેલ્ધી બેક્ટેરિયા વિટામિન બી12 બનાવે છે, જે સંપૂર્ણ રીતે નેચરલ હોય છે. વેજીટેરિયન લોકો નાશ્તામાં દૂધની સાથે વાસી રોટલી ખાઇ કોબાલામિન વધારી શકે છે.
એક રાત જૂની વાસી રોટલી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તેમાં ફાઇબર હોય છે અને સોડિયમની માત્રા ઓછી હોય છે. તેનું ગ્લાઇસેમિક ઇન્ડેક્સ પણ ઓછું હોય છે. જેના કારણે તે બ્લડશુગર અને બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
વિટામીન-બી-12 દહી, પનીર, ચીઝમાંથી પણ મળે છે, પણ ઘરમાં ચાર-પાંચ રોટલી વધારે બનાવી લઈએ અને બીજે દિવસે તે નાસ્તામાં ખાઈએ તો સવારનો સમય પણ બચી જાય અને સ્વાસ્થ્યને ફાયદો પણ થાય. તો છે ને સરળ ને સસ્તો નુસ્ખો.
આ જાણકારી નિષ્ણાતોના મત મુજબની છે, તમે તમારા નિષ્ણાતની સલાહ અનુસરો તે વધારે હિતાવહ છે.
આ પણ વાંચો…ચોમાસું માત્ર રોમાન્સની ઋતુ નથી, રોગની ઋતુ પણ છે, આ ટીપ્સ અપનાવો અને તાજામાજા રહો