Avocado dragon fruits kiwi કરતા વધારે હેલ્ધી છે આ દેશી ફ્રુટ્સ
ગ્લોબલ ટ્રેડિંગ અને સોશિયલ મીડિયાના જમાનામાં ખાણીપીણી ખૂબ જ બદલાઈ છે. ભારતમાં પશ્ચિમી ફૂડ કલ્ચરનો ભારે પ્રભાવ છે. ફાસ્ટ ફૂડ્સની માંડી દરેક વસ્તુઓમાં વિદેશી વરાયટીઓ જોવા મળે છે. આજકાલ ફ્રૂટ્સમાં પણ તમને નવી નવી વરાઈટી જોવા મળે છે. સોશિયલ મીડિયામાં શું ખાવાથી શું ફાયદા થાય અને આ ખાવુ જોઈએ અને આ ન ખાવું જોઈએ તેના હજારો વીડિયો રોજ શેર થતા હોય છે. ડાયટિશિયન્સ પોતાના વીડિયો શેર કરે છે અને લોકો તે પ્રમાણે ખાઈ-પીને હેલ્ધી રહેવાના પ્રયત્નો કરે છે, પરંતુ દુઃખની વાત એ છે કે આ બધા વચ્ચે આપણા દેશી ફળની માગ ઓછી થઈ ગઈ છે અને આજના યુવાનો અમુકના નામ કે સ્વાદ નથી જાણતા.
આ ફળ પોષક તત્વોમાં વિદેશી ફળો કરતા વધારે સમૃદ્ધ છે. ઉનાળુ ફળની વાત કરીએ તો બખાઈ આબંલી અથવા ગોરસ આંબલી, રાયણ, સેતૂર, ખાટા આમલા, કરમદા, સફેદ જાંબુ, તાડગોળા, લીચી જેવા ફ્રટ્સ, ઉનાળામાં પાણીના જબરા સ્ત્રોત છે અને આ સાથે એન્ટિઓક્સિડન્ટ પણ છે. દરેક રાજ્ય-દેશમાં તેની ભૌગોલિક સ્થિતિ અનુસાર ફળ ઉગતા હોય છે. ઉનાળાના આ ફળો ખાવાથી તાજગી અને સ્ફૂર્તિ રહે છે. આ દેશી ફળો સાથે 90ની સાલ પહેલા જન્મેલા લોકોની ઘણી યાદો પણ જોડાયેલી હોય છે.
જોકે આ ફળ હાલમાં મોંઘા ભાવે મળે છે. લગભગ રૂ. 200થી 400 કિલોના ભાવમાં મળે છે. તો બીજી બાજુ વિદેશી ફળો પણ મોંઘા આવે છે. તેની સાથે તેનું પેકિંગ પણ સારુ હોય છે જે આજની જનરેશનને અટ્રેક્ટ કરે છે.