સ્પેશિયલ ફિચર્સ

રાષ્ટ્રીય યુવા દિવસ 2026: જાણો વિશ્વના સૌથી યુવાન દેશોની યાદીમાં ક્યાં છે ભારતનું સ્થાન?

આજે 12મી જાન્યુઆરીના રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવે છે. સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે ઉજવાતો આ દિવસ દેશના ભવિષ્ય સમાન યુવાશક્તિને વંદન કરવાનો અને તેને બિરદાવવાનો દિવસ. સ્વામી વિવેકાનંદજીની એવી માન્યતા હતી કે કોઈ પણ દેશનું ભાગ્ય તેના યુવાનોના ચરિત્ર અને તાકાત પર નિર્ભર હોય છે. આજે નેશનલ યુથ ડે પર જાણીએ કે દુનિયાના કયા દેશમાં યુવાનોની વસ્તુ વધુ છે અને આ બધામાં ભારતની સ્થિતિ શું છે…

વિશ્વની વસ્તીમાં યુવાનોનું પ્રમાણ દરેક દેશમાં અલગ-અલગ છે. એક તરફ જ્યાં આફ્રિકામાં યુવાનોનો દબદબો છે, ત્યાં યુરોપ અને એશિયાના કેટલાક દેશો વૃદ્ધ વસ્તીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. વાત કરીએ દુનિયાના સૌથી યુવાન દેશ વિશે તો નાઈજર સૌથી પહેલાં ટોપ પર છે. નાઈજર એ વિશ્વનો સૌથી યુવાન દેશ છે, અહીંની વસતીના કુલ વસતી 56.9 ટકા વસતી 18 વર્ષથી ઓછી ઉંમરની છે.

નાઈજર દેશ બાદ વાત કરીએ દુનિયાના અન્ય યુવાનોની વસતી ધરાવતા બીજા દેશો વિશે તો તેમાં 55 ટકા યુવાનોની વસતી સાથે યુગાન્ડા, 54.6 ટકા સાથે ચાડ, 54.3 ટકા સાથે અંગોલા અને 54.1 ટકા સાથે માલીનો પણ સમાવેશ થાય છે.

જોકેસ એક તરફ જ્યાં યુવાનોની સૌથી વધુ વસતી ધરાવતા દેશો છે એ જ રીતે દુનિયાના કેટલાક દેશો એવા પણ છે કે જ્યાં ઓછો જન્મ દર અને ઉત્તમ આરોગ્ય સુવિધાઓને કારણે વૃદ્ધોની સંખ્યા વધી રહી છે. આવા દેશોમાં 57.5 ટકા સાથેની વસતી સાથે મોનાકો દુનિયાનો સૌથી ઘરડો દેશ છે. જ્યારે જાપાનની 28 ટકાથી વધુ વસ્તી ૬૫ વર્ષથી વધુ ઉંમરની છે. ઈટાલી અને પોર્ટુગલ જેવા દેશોમાં પણ દર ચોથો નાગરિક વૃદ્ધ છે.

આ બધામાં ભારતની સ્થિતિ શું છે?

ભારતમાં યુવાનોની સ્થિતિ વિશે વાત કરીએ તો આ યાદીમાં ટકાવારીની રીતે ભારત ભલે ટોચ પર ન હોય, પરંતુ સંખ્યાની દ્રષ્ટિએ ભારત પાસે વિશ્વની સૌથી મોટી યુવા વસ્તી છે. ભારતમાં 10થી 24 વર્ષની વયના આશરે 356 મિલિયન (35.6 કરોડ) યુવાનો છે. ભારતની સરેરાશ ઉંમર 28થી 29 વર્ષ છે, જે ચીન અને જાપાન કરતા ઘણી ઓછી છે. આટલી મોટી યુવા વસ્તી હોવા છતાં, ગ્લોબલ યુથ ડેવલપમેન્ટ ઈન્ડેક્સમાં 181 દેશોમાંથી ભારત 122મા ક્રમે આવે છે, જેના પરથી ખ્યાલ આવે છે કે હજુ શિક્ષણ અને રોજગાર ક્ષેત્રે ઘણું કામ કરવાનું બાકી છે.

આજે નેશનલ યુથ ડે દિવસ નિમિત્તે આ માહિતી ભારતની દુનિયામાં સ્થિતિ શું છે એનું એક ક્લિયર ચિત્ર આપણી સાથે રજૂ કરે છે. એટલું જ નહીં ભારતે હજી કેટલું કામ કરવાનું બાકી છે એની એક આછી પાતળી કલ્પના મળી રહે છે.

આ પણ વાંચો…રાષ્ટ્રીય યુવા દિવસ: સ્વામી વિવેકાનંદના જીવન બદલી નાખનારા પ્રેરક વિચારો, જે યુવાનોને આપશે સફળતાની નવી દિશા…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button