સ્પેશિયલ ફિચર્સ

NASAએ આપી રૂ. 25 કરોડ જિતવાની ઓફર, કરવું પડશે આ કામ…

હેડિંગ વાંચીને તમે પણ વિચારમાં પડી ગયા ને? કદાચ તમારા મગજના ઘોડાઓએ દોડવાનું પણ શરૂ કરી દીધું હશે કે ભાઈ આખરે એવું તે શું કામ છે કે જેના માટે નાસા (NASA) લોકોને 25 કરોડ રૂપિયાનું ઈનામ ઓફર કરી રહ્યું છે? થોડા ધીરા પડો, તમને એ વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ.

હિંદી ફિલ્મોમાં ચાંદ પર અનેક ગીતો તમે સાંભળ્યા અને જોયા હશે. ચલો દિલદાર ચલો ચાંદ કે પાર ચલો કે પછી આઓ તુમ્હેં ચાંદ પર લે જાયે… ચાંદ પર જવાનું લોકોનું સપનું અમેરિકાની જાણીતી સ્પેસ એજન્સી નાસા પૂરું કરશે. ચંદ્ર પર માનવીની વધેલી અવરજવરને કારણે ચંદ્ર પર ગંદકી પણ વધી ગઈ છે. આ જ કારણે નાસાએ ચંદ્રને સાફ કરવા માટે એક ચેલેન્જ રાખી છે. આ ચેલેન્જનું નામ છે LunaRecycle Challenge. જે કોઈ નાસાને ચંદ્રની સફાઈ માટે બેસ્ટ આઈડિયા આપશે એને નાસા દ્વારા 25 કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. હવે તમને થશે કે ચંદ્ર પરથી આખરે કયા પ્રકારની ગંદકી સાપ કરવાની વાત થઈ રહી છે? ચાલો એ સસ્પેન્સ પરથી પણ પડદો ઉઠાવી જ દઈએ.

આ પણ વાંચો: સુનિતા વિલિયમ્સ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા, નાસાએ સ્પેસએક્સનો આભાર માન્યો…

એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ એક નવી ચેલેન્જ શરૂ કરી છે અને આ ચેલેન્જનું નામ છે લ્યુનારિસાઈકલ ચેલેન્જ. આ ચેલેન્જ માટે નાસા એવા લોકોને શોધી રહ્યા છે કે જેઓ ચંદ્રની સફાઈ કરે. જેના બદલામાં નાસા તેમને 25 કરોડ રૂપિયાનું ઈનામ આપશે. પરંતુ જે વસ્તુ સાફ કરવાની છે એ સાંભળીને કદાચ તમે 25 કરોડ રૂપિયાની પ્રાઈઝમનીને ઠુકરાવી દેશો. ચંદ્ર પરથી જે સાફ કરવાનું છે એ છે માનવી મળ-મૂત્ર અને ઉલટી…

મળતી માહિતી અનુસાર એપોલો મિશન પર જનારા અંતરિક્ષયાત્રીઓ દ્વારા ચંદ્ર પર 96 બેગ માનવી મળ-મૂત્ર છે. આ થેલીઓ કાં તો ચંદ્ર પરથી પાછી લાવવી પડશે કાં તો તેનો નિકાલ લાવવો પડશે. નાસાએ આ માટે લોકો પાસેથી ટેક્નિક બનાવવા માટે સૂચનો મંગાવ્યા છે. આ ચેલેન્જનો હેતુ છે ચંદ્ર પર રહેલી ગંદકીને એ રીતે હેન્ડલ કરવામાં આવે કે ઓછામાં ઓછી ગંદગી ફેલાવીને તેને કઈ રીતે સાફ કરી શકાય. જે પણ વ્યક્તિ દ્વારા સારો આઈડિયા કે પ્રસ્તાવ આપવામાં આવશે એના પ્રપોઝલને આગામી મિશન માટે ઉપયોગમાં લેવામાં આવશે અને તેને 25 કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.

નાસાએ પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર આ અંગાની માહિતી આપી છે. નાસાએ જણાવ્યું છે કે નાસા સસ્ટેનેબલ એક્સપ્લોરેશન માટે કટિબદ્ધ છે, જેમ જેમ આપણે ભવિષ્યના સ્પેસ મિશનની તૈયારીઓ કરી રહ્યા છે એ જોતા આપણે વિચારવું પડશે કે સ્પેસમાં કચરાનો ઉકેલ કઈ રીતે લાવી શકાય અને તેનું પ્રમાણ કઈ રીતે ઘટાડી શકાય. આ સાથે એ પણ જોવું જોઈએ સ્પેસમાં કચરાને કેવી રીતે સ્ટોર કરી શકાય, પ્રોસેસ કરી શકાય કે રિસાઈકલ કરી શકાય અને કોઈ પણ કચરો પૃથ્વી પર પાછો લાવવાની જરૂર જ ના રહે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button