બ્રહ્માંડમાં દેખાઈ ‘વ્હાઈટ એંજલ’ નાસાએ જાહેર કરી તસવીર….
એવું કહેવાય છે કે બ્રહ્માંડ એ એક એવી જગ્યા છે જે રહસ્યોથી ભરેલી છે. અહી રોજ કંઈને કંઈ નવું જાણવા મળતું હોય છે. માણસનું મન ચંચળ હોય છે એને દરેક જગ્યાએ પહોંચવું હોય છે. પરંતુ બ્રહ્માંડ વિશે આજ સુધી કોઈ જાણી શક્યું નથી. વૈજ્ઞાનિકો પણ તેના વિશે બહુ ઓછી માહિતી છે. અને જો આપણા પુરાણોમાં જે પ્રકારે બ્રહ્માંડનો ઉલ્લેખ છે તે પ્રમાણે તો આપણે હજુ કંઈ જ જાણતા નતી. અહીં દરરોજ એક નવા ગ્રહની શોધ થાય છે. ત્યારે હાતમાં જ વૈજ્ઞાનિકો દ્વારા એક તસવીર જાહેર કરવામાં આવી હતી જેમાં બ્રહ્માંડમાં પ્રકૃતિની સુંદરતા જોવા મળે છે તો ક્યારેક તેનું રાક્ષસી સ્વરૂપ પણ જોવા મળે છે. આવી જ પરંતુ એકદમ અલગ જ પ્રકારની બ્રહ્માંજની તસવીરોથી રૂબરૂ કરાવું તમને અવકાશ એજન્સી નાસાના હબલ ટેલિસ્કોપ દ્વારા લેવામાં આવેલી આ તસવીરો તમને અદભૂત અને અલૌકિક લાગશે. આ તસવીર આપણા ગ્રહથી 2000 પ્રકાશ વર્ષ દૂર સ્થિત આકાશગંગાની છે, જે સુંદર અને સફેદ પરી જેવી લાગે છે. તેને જોઈને લાગતું નથી કે આ ફોટો રિયલ છે કે ખરેખર આટલી સુંદર ગેલેક્સી હશે. તારાઓનો આ સમૂહ અવકાશમાં ઉડતા ‘સ્નો એંગલ’ જેવો દેખાય છે.
તસવીર શેર કરતી વખતે NASAએ લખ્યું હતું કે જોણે કોઈ રીંગ નિહારીકાને એક ગ્લાસમાં ભરી રહી છે. જો કે આ પોસ્ટ એક દિવસ પહેલા શેર કરવામાં આવી હતી. ત્યારથી તેને 4.9 લાખથી વધુ લાઇક્સ મળ્યા છે. આ સિવાય પણ લોકોએ ઘણી કમેન્ટ્સ કરી છે. એક યુઝરે લખ્યું હતું કે તે દેવદૂત જેવું દેખાય છે. વિશ્વાસ નથી કરી શકતો કે આપણું બ્રહ્માંડ આટલું સુંદર છે. બીજા એક યુઝરે લખ્યું હતું કે મને આ રચના ક્યારેક તે દેવદૂત જેવી લાગે છે તો ક્યારેક ઘડિયાળ જેવી. નોમધનીય છે કે થોડા સમય પહેલા યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) એ સોશિયલ મિડીયા પર કેટલીક તસવીરો અને વીડિયોની શેર કર્યા હતા જે જોઈને લાગે કે ખરેખર આવા દ્રશ્યો કુદરતી રીતે રચાય છે.