નેલ કટરમાં કેમ જોવા મળે છે નાનકડું છિદ્ર? સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ રોચક ખુલાસો…

આપણે આપણા રોજબરોજના જીવનમાં અનેક એવી વસ્તુઓનો ઉપયોગ કરતાં હોઈએ છીએ કે જેની બનાવટ અને રચના એકદમ અલગ હોય છે. પરંતુ આ બનાવટ પાછળનું કારણ ઘણી વખત આપણને ખ્યાલ નથી હોતો. જેમ કે પ્લાસ્ટિકના સ્ટુલમાં વચ્ચે જોવા મળતું કાણું હોય કે પછી પેનના ઢાંકણામાં નાનકડું છિદ્ર જોવા મળે છે, આ જ રીતે તમે ધ્યાનથી જોયું હશે તો આપણે જે નેલ કટર યુઝ કરીએ છીએ તેમાં એક છિદ્ર જોવા મળે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું ખરું કે આખરે નેલકટરમાં આ છિદ્ર કેમ જોવા મળે છે? ચાલો તમને આ સ્ટોરીમાં આ પાછળનું કારણ પણ જણાવીએ…
નેલકટર આપણામાંથી મોટાભાગના લોકો ઉપયોગમાં લેતા હોઈએ છીએ. પરંતુ તેની બનાવટ કે ડિઝાઈનથી આપણે અજાણ હોઈએ છીએ. જો તમે ધ્યાનથી જોયું હશે તો જૂની હોય કે નવી ડિઝાઈનના નેલકટરના પાછળના ભાગમાં એક નાનકડું છિદ્ર જોવા મળે છે. કદાચ અનેક લોકોને એવું લાગતું હશે કે આ છિદ્ર એ ડિઝાઈનનો એક ભાગ હશે, પરંતુ હકીકતમાં એવું નથી.
હાલમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર એક પોસ્ટ વાઈરલ થઈ હતી જેમાં એક મહિલાએ સ્વીકાર્યું હતું કે તેને આ કાણાનો ઉપયોગ ખબર નહોતી, જેના કારણે તેની સાસુ તેના પર હસવા લાગી હતી. આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર આ કાણાના ઉપયોગ અંગે ઘણી ચર્ચાઓ શરૂ થઈ છે.

વાત કરીએ નેલ કટરમાં જોવા મળતાં છિદ્રની તો અમુક લોકોની એવી માન્યતા છે કે નેલ કટરમાં રહેલું આ છિદ્ર સોયમાં દોરો પરોવવા માટે કે અન્ય કામ માટે છે, પરંતુ તેનો સાચો અને મુખ્ય ઉદ્દેશ્ય કંઈક અલગ જ છે. આ છિદ્રનો મુખ્ય ઉપયોગ નેઈલ કટરને ચાવીના ઝૂમખાં (Key-chain), હૂક કે નાની ચેઈન સાથે જોડવા માટે થાય છે.
આ સિવાય નેલકટમાં જોવા મળતું આ છિદ્ર ખૂબ જ કામનું હતું. આ છિદ્ર એવા લોકો માટે હોય છે કે જેઓ વધારે મુસાફરી કરે છે કે પછી જેઓ સૈનિકો અને નાવિકો કે જેમને પોતાની ગ્રૂમિંગ કીટ સુરક્ષિત રાખવી પડતી હોય છે, તેમના માટે આ સુવિધા ખૂબ કામની છે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ આ નેલ કટર નાનું હોવાથી તે વારંવાર ખોવાઈ જવાની શક્યતા રહે છે. તેને દોરી કે ચાવી સાથે બાંધી રાખવાથી તે હંમેશા નિશ્ચિત જગ્યાએ મળી રહે છે.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા પરિવારના સભ્યો અને મિત્રો સાથે પણ ચોક્કસ શેર કરીને તેમના જનરલ નોલેજમાં ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી કામની અને અનોખી માહિતી જાણવા માટે અમારી સાથે ચોક્કસ જોડાયેલા રહો….



