સ્પેશિયલ ફિચર્સ

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું વિચારી રહ્યાં છે તો પહેલા આ વાંચી લો, નહીં તો…

બચત કરવા માટે લોકો અનેક પ્રકારે રોકાણ કરતા હોય છે. તેમાં એક મ્યુચ્યુઅલ ફંડ (Mutual Fund)નું પણ નામ આવે છે. લોકો અત્યારે મ્યુચ્યુઅલ ફંડમાં વધારે રોકાણ કરી રહ્યાં છે. અહીં જો તમે રોકાણ કરો છે તો, તમારા પૈસાનું સંચાલન એસેટ મેનેજમેન્ટ કંપનીઓ (Asset Management Company-AMC) દ્વારા કરવામાં આવતું હોય છે. યોજના અથવા ફંડ માટે ફંડ મેનેજરોની નિમણૂક કરે છે, જેમને બજાર નિષ્ણાતો અને નાણાકીય વિશ્લેષકોની ટીમ દ્વારા સહાય કરવામાં આવે છે.

રોકાણકારો પાસેથી ચોક્કસ પ્રકારનો ચાર્જ વસૂલ કરાય છે
આ વ્યાવસાયિકોના ખર્ચનું સંચાલન કરવું અને બજારના જોખમોનો સામનો કરવો સલાહ આપવામાં આવતી હોય છે. તેના માટે આ કંપનીઓ રોકાણકારો પાસેથી ચોક્કસ પ્રકારનો ચાર્જ વસૂલ કરે છે. તો શું તમે જાણો છો તમારે ક્યાં ક્યાં પ્રકારના ચાર્જ ચૂકવવા પડતા હોય છે? મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી વખતે આ ચાર્જીસને સમજવું મહત્વપૂર્ણ છે, કારણ કે તે તમારા એકંદર વળતરને અસર કરી શકે છે. ચાલો જાણીએ…

મ્યુચ્યુઅલ ફંડમાં વસૂલવામાં આવતા મુખ્ય ચાર્જ

  1. એન્ટ્રી લોડ (Entry Load)

એન્ટ્રી લોડ ચાર્જની વાત કરવામાં આવે તો, આ ચાર્જ ફંડ હાઉસ રોકાણકાર પાસેથી મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સ ખરીદતી વખતે વસૂલ કરે છે. જોકે, સેબીએ 2009 માં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ પર એન્ટ્રી લોડ વસૂલવાનું બંધ કરી દીધું હતું.

  1. મેનેજમેન્ટ ફી (Management Fee)

આ ચાર્જ રોકાણકારો પાસેથી સ્કીમના સંચાલન માટે પૂરી પાડવામાં આવતી સેવાઓ માટે ફંડ મેનેજરોને ચૂકવણી કરવા માટે વસૂલવામાં આવે છે. આને ઘણીવાર ખર્ચ ગુણોત્તર એટલે કે Expense Ratio તરીકે પણ ઓળખવામાં આવે છે.

  1. એક્ઝિટ લોડ (Exit Load)

આ ચાર્જ રોકાણકાર મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સ રિડીમ કરે છે અથવા વેચે છે ત્યારે વસૂલવામાં આવે છે. એક્ઝિટ લોડ ચાર્જ ક્યારેય નિશ્ચિત નથી હતો, આ ચાર્જ સ્કીમ પ્રમાણે બદલાતો રહે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એક્ઝિટ લોડ સામાન્ય રીતે 0.25% થી 4% સુધીનો હોય છે, જે તમે કયા પ્રકારની સ્કીમમાં રોકાણ કર્યું છે તેના પર આધાર રાખે છે. રોકાણકારો ચોક્કસ સમયગાળા માટે સ્કીમમાં રોકાણ કરી શકે તે માટે ફંડ હાઉસ આ ચાર્જ વસૂલ કરે છે.

  1. એકાઉન્ટ ફી (Account Fees)

કેટલીકવાર AMC એવા રોકાણકારો પાસેથી એકાઉન્ટ ચાર્જ વસૂલ કરે છે જેઓ લઘુત્તમ બેલેન્સની જરૂરિયાત પૂરી કરવામાં નિષ્ફળ જાય છે. આ ફી સીધી રોકાણકારના પોર્ટફોલિયોમાંથી કાપવામાં આવે છે. જે તમારી મૂડીમાં ઘટાડો કરી શકે છે.

  1. સેવા અને વિતરણ ચાર્જ (Service and Distribution Charges)

સેવા અને વિતરણ ચાર્જની વાત કરવામાં આવે તો, આ ચાર્જ AMC દ્વારા પ્રિન્ટિંગ, મેઇલિંગ અને માર્કેટિંગ જેવા ખર્ચાઓને આવરી લેવા માટે વસૂલવામાં આવે છે. એટલે કે તમને આપવામાં આવતી સેવાઓ માટે આ ચાર્જ વસૂલ કરવામાં આવે છે.

  1. સ્વિચ ફી (Switch Fees)

ઘણી મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ રોકાણકારોને તેમના રોકાણોને એક યોજનામાંથી બીજી યોજનામાં સ્વિચ કરવાની મંજૂરી આપે છે. આ સેવા માટે લેવામાં આવતી ફીને સ્વિચ ચાર્જ કહેવામાં આવે છે. એક યોજનામાંથી બીજી યોજનામાં સ્વિચ થવા માટે તમારે કેટલાક રૂપિયા AMC ને આપવા પડે છે, અને AMC આ ચાર્જને સ્વિચ ચાર્જ તરીકે વસૂલે છે.

આપણ વાંચો : Mutual Fund માં રોકાણનો અડધો હિસ્સો આવે છે આ પાંચ શહેરમાંથી, જાણો વિગતે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button