મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

Mukesh Ambaniએ ક્રૂઝ પાર્ટી કરી એ નહીં પણ આ છે World’s Most Expensive Cruise…

હાલમાં અંબાણી પરિવાર (Ambani Family)એ ઈટલીમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સેકન્ડ પ્રિ-વેડિંગ પાર્ટી (Anant Ambani-Radhika Merchant‘s Second Pre-Wedding Funtion Party At Italy) કરીને લાઈમલાઈટ લૂંટી લીધી હતી. અંબાણીઝની પાર્ટી હોય એટલે ખાસ તો હોવાની જ અને એની ચર્ચા માત્ર ભારતમાં નહીં પણ વિદેશમાં પણ થવાની જ. પણ શું તમને ખબર છે દુનિયાની સૌથી મોંઘી ક્રૂઝ કઈ છે? અને અંબાણીએ જે ક્રૂઝ પર પાર્ટી કરી એનાથી એ સસ્તી છે કે મોંઘી છે? ચાલો તમને એ વિશે જણાવીએ…

સૌથી પહેલાં તો તમારી જાણ માટે કે આ ક્રૂઝનું નામ સેલિબ્રિટી એસેન્ટ છે અને ફ્રાન્સની શિપબિલ્ડિંગ કંપની Chantirers de I’Atlantiqueએ તેને બનાવી છે. આ ક્રૂઝને ખાસ સેલિબ્રિટી ક્રૂઝ માટે જ તૈયાર કરવામાં આવી છે અને એને બનાવવાનો કુલ ખર્ચ થયો હતો 7,475 કરોડ રૂપિયાનો.. પણ બોસ આ સેલિબ્રિટી એસેન્ટ એ દુનિયાની સૌથી મોંઘી ક્રૂઝ નથી. દુનિયાની સૌથી મોંઘી ક્રૂઝનું નામ છે આઈકન ઓફ ધ સીઝ (Icon Of The Seas).

જી હા, આઈકન ઓફ ધ સીઝ ક્રૂઝને બનાવવા માટે બે અબજ ડોલર એટલે કે આશરે 16,700 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ક્રૂઝ સર્વિસ કંપની રોયલ કેરેબિયન ગ્રુપની ક્રૂઝ શિપ છે અને આ ગ્રુપના સીઈઓ છે જેસલ લિબર્ટી. જેસન લિબર્ટી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આઈકોન ઓફ ધ સીઝ એ દુનિયાની સૌથી મોંઘી ક્રૂઝ તો છે, જ પણ એની સાથે સાથે જ તે દુનિયાની સૌથી મોટી ક્રૂઝ પણ છે.

આ પણ વાંચો : Nita Ambaniએ પહેરી અધધધ મોંઘી ઘડિયાળ કે ખરીદી શકશો મુંબઈમાં ફ્લેટ, કાર અને ઘણું બધું…

આઈકોન ઓફ ધ સીઝ જેની લંબાઈ 1200 ફૂટ (365 મીટર) જેટલી છે અને એનું વજન 2,50,800 મેટ્રિક ટન છે. અંબાણી પરિવારે ભલે 7,475 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી ક્રૂઝ પર પાર્ટી કરી હોય, પણ આઈકોન ઓફ ધ સીઝ પર ત્રણ દિવસની પાર્ટી કરવા માટે એકાદ વખત વિચાર તો કરવો જ પડશે…

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button