મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

દીકરાનું પ્રી-વેડિંગ ફંક્શન પૂરું થયા પછી મુકેશ અંબાણીએ કોના કર્યાં દર્શન?

જામનગર: ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રિ-વેડિંગ ફંક્શન સુખરુપ પૂર્ણ થયું હતું. આ ફંક્શનમાં દેશ વિદેશથી અનેક સેલિબ્રિટીઝ પણ સામેલ થયા હતા. અનંત અને રાધિકાનું આ પ્રિ-વેડિંગ ફંક્શન આખી દુનિયામાં ચર્ચાનો વિષય બન્યો હતો. જોકે અનંત અને રાધિકાના પ્રિ-વેડિંગ ફંક્શન બાદ હવે મુકેશ અંબાણીએ જામનગરમાં આવેલા દ્વારકાધીશના મંદિરમાં દર્શન કરી આશીર્વાદ લીધા હતા.

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મુકેશ અંબાણીના જામનગરના દ્વારકાધીશજીના મંદિરમાં દર્શન માટે આવ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મુકેશ અંબાણી મંદિરમાં દર્શન કરવાં માટે જતાં દેખાઈ રહ્યા છે અને તેમની આસપાસ મોટા પ્રમાણમાં સિક્યોરિટી ગાર્ડ પણ દેખાઈ રહ્યા છે.

મુકેશ અંબાણીના આ વીડિયોમાં તેમણે ટ્રેડિશનલ કુરતો પહેર્યો છે. આ સાથે તેમણે ગળામાં એક લાલ રંગની ચુંદડી સાથે કપાળે તિલક પણ લગાવ્યો છે. જોકે મુકેશ અંબાણી માત્ર મંદિરમાં આવતાનો જ વીડિયો ત્યાં રહેલા એક વ્યક્તિએ પોતાના મોબાઇલ કૅમેરામાં કેદ કર્યો હતો.

અનંત અને રાધિકાના પ્રિ-વેડિંગ માટે આખું અંબાણી પરિવાર જામનગર પહોંચ્યું હતું, પણ આજે માત્ર મુકેશ અંબાણી એકલા જ જામનગરના દ્વારકાધીશ મંદિરમાં દર્શન માટે આવ્યા હતા. તેમના સાથે બીજું કોઈ ન હોવાનું વીડિયોથી સમજાઈ રહ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button