Mukesh Ambani-Nita Ambani પણ દિવાના છે જામનગરના આ શખ્સના, અનંત-રાધિકાના લગ્નમાં જલસો કરાવી દીધો…

અંબાણી પરિવાર (Ambani Family) હાલમાં જ અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)ના લગ્નને કારણે તો લાઈમલાઈટ હતો. આ લગ્નમાં ખાવા-પીવાથી લઈને તમામ બાબતો એકદમ રોયલ હતી, આ શાહી લગ્નમાં એક ચીજ સૌથી અલગ હતી અને એ અલગ વસ્તુ હતી કાઠિયાવાડની સૌથી પારંપારિક ડિશ… આ પારંપારિર ડિશેઝ એ સૌનું દિલ જિતી લીધું હતું.
મુકેશ અંબાણી (Mukesh Ambani) અને નીતા અંબાણી (Nita Ambani)એ દરેક વસ્તુ પર પર્સનલી ધ્યાન આપીને આ તૈયારીઓ કરી હતી અને એટલે જ તેમણે કાઠિયાવાડી ભોજન માટે જામનગરના નિકુંજ વસોયા પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. 21 વર્ષથી નિકુંજ કાઠિયાવાડી ખાવાના એક્સપર્ટ્સ છે અને મુકેશ અને નીતા ખુદ નિકુંજના બનાવેલા કાઠિયાવાડી ભોજનના ફેન છે.
આ પણ વાંચો : પહેલાં મંદિર, પછી પાનામાના રાષ્ટ્રપતિ અને હવે Radhika Merchant- Anant Ambani આ ક્યાં જઈ પહોંચ્યા?
વાત કરીએ નિકુંજ વસોયાની તો તેઓ એક નોર્મલ શેફમાંથી પોપ્યુલર કઈ રીતે બન્યા એની સ્ટોરી એટલી જ રસપ્રદ છે જેટલી એમની રસોઈ. 35 વર્ષના નિકુંજે એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે કઈ રીતે એક ન્યુ યરની ડિનર પાર્ટીએ એમની કિસ્મત બદલી નાખી હતી. અંબાણી પરિવાર નિકંજુની બનાવેલી રસોઈથી એટલો બધો ખુશ થઈ ગયો કે તેમણે બીજા દિવસે મને બોલાવ્યો અને અત્યાર સુધીમાં મેં અંબાણી પરિવાર માટે 12થી વધુ વખત કાઠિયાવાડી ભોજન બનાવ્યું છે.
જામનગર ખાતે યોજાયેલા અનંત-રાધિકાના પ્રિ-વેડિંગ ફંક્શનમાં પણ નિકુંજે ભોજન બનાવ્યું હતું અને એ સમયે પણ તેમની રસોઈના ભરપૂર વખાણ કરવામાં આવ્યા હતા. તેમણે જામનનગરી સેવી, મમરાની લીલી ચટણી, દેસી સેવ ટામેટાંનું શાક, બાજરાનો રોટલો જેવી અનેક પારંપારિક ડિશ બનાવી હતી. કાઠિયાવાડી ભોજન પોતાની તીખાશને કારણે ફેમસ છે, પણ નિકુંજ વસોયાએ આ ટિપિકલ કાઠિયાવાડી ફૂડને વિદેશી મહેમાનોને ધ્યાનમાં લઈને ઓછું તીખું બનાવ્યું હતું.
નિકુંજે આ ઈન્ટરવ્યુમાં જ પોતાની સ્વાદિષ્ટ રસોઈનો શ્રેય શુદ્ધ અને તાજી સામગ્રીને આપ્યો હતો, જે ગુજરાતની સમૃદ્ધ કૃષિ વારસાને દર્શાવે છે. તેમણે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે કાઠિવાડી વાનગીઓ કુદરતી અને જૈવિક ઉત્પાદનોના ઉપયોગ માટે જાણીતા છે અને તે પૌષ્ટિક હોવાની સાથે સાતે જ સ્વાદિષ્ટ પણ હોય છે. આટલા મોટા આયોજનમાં કાઠિયાવાડી ભોજન બનાવવાની તક મળી એ મારા માટે ખૂબ જ મોટી વાત છે.