મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

Mukesh Ambani, Isha Ambani જે રેસ્ટોરાંમાં ખાવા ગયા એની આ ખાસિયત તો નહીં જ જાણતા હોવ…

દુનિયાના ધનવાન ઉદ્યોગપતિમાંથી એક એવા મુકેશ અંબાણી અને ઈશા અંબાણી હાલમાં જ ન્યૂ યોર્કમાં આવેલી ફેમસ રેસ્ટોરાં બંગલોમાં ખાવા પહોંચ્યા હતા. આ રેસ્ટોરાં જાણીતા શેફ વિકાસ ખન્નાની માલિકીની છે અને આજે અમે અહીં તમને આ રેસ્ટોરાંની ખાસિયત વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ચાલો જોઈએ શું છે આ ખાસિયત…

આ પણ વાંચો : બિઝનેસમેન હોય તો શું થયું? Nita Ambaniની સામે Mukesh Ambani પણ હાથ જોડી જ દે છે…

સામાન્યપણે જો તમે ફેમિલી ફ્રેન્ડ્સ સાથે કોઈ રેસ્ટોરાંમાં ડિનર કે પાર્ટી કરવા જાવ તો કેટલા સમયનું વેઈટિંગ હોય? 20-30 મિનિટ, હોટેલ કે રેસ્ટોરાં ખૂબ જ જાણીતી હોય તો આ વેઈટિંગ પીરિયડ કદાચ એક-દોઢ કલાકનું હોઈ શકે. પરંતુ ક્યારેય સાંભળ્યું છે કે કોઈ રેસ્ટોરાંમાં ખાવા માટે 15-15 દિવસનું વેઈટિંગ હોય? નહીં ને? પણ વિકાસ ખન્નાની આ રેસ્ટોરાંમાં ડિનર કે પાર્ટી કરવા માટે 15 દિવસનું વેઈટિંગ પીરિયડ છે. અહીંનું બુકિંગ મિનિટોમાં બુક થઈ જાય છે.

માર્ચ મહિનામાં આ રેસ્ટોરાંનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને ત્યારથી જ ફૂડ લવર્સમાં આ રેસ્ટોરાંએ ધૂમ મચાવી દીધી છે. સ્થાનિક અખબારે આ રેસ્ટોરાંને થ્રી-સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું હતું અને છેલ્લાં 25 વર્ષમાં આવું સન્માન મેળવનાર આ પહેલું ભારતીય રેસ્ટોરાં બની ગયું છે.

આ રેસ્ટોરાંમાં ટેબલ બુક કરાવવાનું સહેલું નથી અને 15 દિવસ પહેલાં તમારે આ માટે ટ્રાય કરી શકો છો અને અમુક સેકન્ડમાં જ આ રેસ્ટોરાંના ટેબલ બૂક થઈ જાય છે. આ રેસ્ટોરાંની ડિમાન્ડ જ તેને ન્યૂ યોર્કની સૌથી લોકપ્રિય રેસ્ટોરાં બનાવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં મુકેશ અંબાણી અને ઈશા અંબાણી આ રેસ્ટોરાંમાં ડિનર કરવા પહોંચ્યા હતા અને આ સમયે વિકાસ ખન્નાએ તેમનું શાહી સ્વાગત કર્યું હતું. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button