Isha Ambaniના આવતા જ વહુ રાધિકા મર્ચન્ટને Ignore કર્યું Mukesh Ambaniએ, વીડિયો થયો વાઈરલ…
મુકેશ અંબાણી (Mukesh Ambani) ભારત જ નહીં પણ દુનિયાના જાણીતા ઉદ્યોગપતિમાંથી એક છે. પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે અને ફેમિલી વેલ્યુને કારણે મુકેશ અંબાણી હંમેશા જ ચર્ચામાં રહે છે. પરંતુ જ્યારથી પરિવારના નાના દીકરા અનંત અંબાણી (Anant Ambani)ના લગ્ન થયા છે ત્યારથી તો વહુરાણી રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) પણ એટલી જ લાઈમલાઈટ રહે છે. રાધિકા મર્ચન્ટ દરેક ઈવેન્ટમાં છવાઈ જતી હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં મુકેશ અંબાણી દીકરી ઈશા અંબાણીના આવતા જ વહુ રાધિકાને એવી વર્તણૂંક આપી હતી કે નેટિઝન્સ એની ચર્ચા થઈ રહી છે. આવો જોઈએ શું કર્યું મુકેશ અંબાણીએ-
રાધિકા મર્ચન્ટ કોઈ પણ ઈવેન્ટમાં જાય ત્યાં તે પોતાની ફેશન સેન્સથી ફેન્સને કાયલ બનાવે છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો જૂનો હોવાનું કહેવાઈ રહ્યું છે. જિયો વર્લ્ડ પ્લાઝામાં યોજાયેલા આ ઈવેન્ટમાં આખો અંબાણી પરિવાર જોવા મળ્યો હતો. જોકે, એ સમયે અનંત અંબાણી અને રાધિકાના લગ્ન નહોતા થયા.
આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મુકેશ અંબાણી રાધિકા મર્ચન્ટ અને દીકરા અનંત અંબાણી સાથે પેપ્ઝને પોઝ આપતા જોવા મળે છે. રાધિકા, અનંત અને મુકેશ અંબાણી પોઝ આપ્યા બાદ ત્યાંથી જવા લાગ્યા એ સમયે ઈશા અંબાણી (Isha Ambani) આવે છે. દીકરી ઈશા અંબાણીને જોતા જ મુકેશ અંબાણી તેને પણ પોઝ આપવા માટે બોલાવે છે. પછી ઈશા અંબાણી પણ ભાઈ-ભાભી અને પપ્પા સાથે પોઝ આપે છે.
હવે જોવાની વાત એ છે કે જ્યાં પહેલી વખત ઈશાની ગેરહાજરીમાં મુકેશ અંબાણી વહુ રાધિકા પર વ્હાલ વરસાવતા જોવા મળ્યા હતા. પરંતુ ઈશા આવતા જ તેઓ ઈશાને લઈને આગળ વધી જાય છે. જોકે, ઈશાને થોડેક સુધી મૂકીને તેઓ પાછા વહુ રાધિકા અને દીકરા અનંતને લેવા માટે પાછા આવે છે. આ જોઈને નેટિઝન્સ એવી ટિપ્પણી કરી રહ્યા છે કે દીકરી આવતા જ વહુને ભૂલી ગયા.
આ પણ વાંચો…બોલો, હવે અલ્લુ અર્જુન આરોપી નંબર 11 તરીકે ઓળખાવા લાગ્યો, જાણો કારણ?
અત્રે ઉલ્લેખનીય છે કે વાત અલગ હોય છે કે મુકેશ અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે ખૂબ જ સ્ટ્રોન્ગ બોન્ડ શેર કરે છે. બંને અવારનવાર સાથે જોવા મળે છે અને બંને પબ્લિકલી એક બાપ-દીકરાની જેમ જ વર્તતા જોવા મળે છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયા હોય તો અત્યારે જ જોઈ લો…