આમચી મુંબઈસ્પેશિયલ ફિચર્સ

તમે પણ કરી શકો છો Mukesh Ambaniના ગાર્ડનમાં લગ્ન, બસ ચૂકવવા પડશે આટલા રૂપિયા…

જી હા, હેડિંગ વાંચીને જ મનમાં ગલગલીયા થવા લાગ્યા ને? Mukesh Ambaniના Gardenમાં Wedding Events થાય તો કેવી વટ પડી જાય નહીં? પણ શું તમને ખબર છે કે આ માટે તમારે કેટલો ખર્ચ કરવો પડશે, નહીં ને? ચાલો આજે તમને આ વિશે જણાવીએ…

એશિયાના સૌથી મોટા ધનિકોમાં જેમની ગણતરી થાય છે એવા ઉદ્યોગપતિ Mukesh Ambaniનું Jio World Garden ધનિકો માટે નવું વેડિંગ વેન્યુ બની ગયું છે. મુંબઈમાં બનેલા Jio World Gardenમાં અવાર નવાર મોટા મોટા કાર્યક્રમો અને ઈવેન્ટ્સ પણ થતાં હોય છે અને હવે આ ગાર્ડન મુંબઈનું એક નવું વેડિંગ ડેસ્ટીનેશન બનીને ઉભરી રહ્યું છે.


BKCમાં આવેલા આ ગાર્ડનમાં જાત જાતના ઈવેન્ટ થઈ રહ્યું છે અને હવે તો વેડિંગ સેરેમની માટે પણ બુક કરાવી રહ્યું છે. Mukesh Ambaniના દીકરા Aakash Ambani-Shloka Mehtaના લગ્ન પણ આ જ ગાર્ડનમાં થયા હતા. 5 લાખ સ્ક્વેર ફૂટમાં ફેલાયેલા આ ગાર્ડનમાં તળાવ, લેક અને હરિયાળી સાથે 2000 ગાડી પાર્ક કરી શકાય એવા 7 પાર્કિંગ લોટ આવેલા છે.

ALSO READ: આ છે Birthday Boy Mukesh-Nita Ambaniનું Favourite Vacation Destination…

પશ્ચિમી મુંબઈમાં આવેલું આ સૌથી મોટું ઓપન એર ટર્ફ પ્લેસ છે. Jio World Gardenમાં International Convention Centre, હોટલ, બે મોલ થિએટર, રૂફટોપ ડ્રાઈવ ઈન મૂવી થિયેટર, કમર્શિયલ ઓફિસ, વાઈ ફાઈ કનેકટીવિટી સહિતની અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ગાર્ડન તમે લગ્ન કે બીજી કોઈ પણ ઈવેન્ટ માટે બુક કરાવીને ઈવેન્ટનું આયોજન કરી શકો છો. જોકે એ માટે તમારે મસમોટી રકમ રેન્ટ તરીકે ચૂકવવી પડશે.


મીડિયા રિપોર્ટ પર વિશ્ર્વાસ કરીએ તો એ માટે તમારે રોજનું 15 લાખ રૂપિયા ચૂકવવાની તૈયારી રાખવી પડશે. આ રકમમાં કોઈ પણ પ્રકારના ટેકસનો સમાવેશ નથી કરવામાં આવ્યો. ભાઈ 15 લાખ રૂપિયા તો ખાલી વેન્યુનું ભાડું અને વેન્યુ પ્રમાણે પછી બીજા આગળના ખર્ચા તો ખરા જ.


આ ઉપરાંત જો તમે jio World Gardenની મુલાકાત લેવા માંગો છો તો તમારે એના માટે 10 રૂપિયાની ટિકિટ ખરીદવી પડશે. જે દિવસે આ જગ્યા પર કોઈ ઈવેન્ટ ના હોય એ દિવસે તમે અહીંની મુલાકાત લઈ શકો છો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button