અનંત અંબાણી જે પેરિસના sneakers પહેરીને દુલ્હનને લેવા પહોંચેલ તેની કિંમત કેટલી ?
મુંબઈ: આજે દેશના સૌથી શ્રીમંત અંબાણી પરિવારમાં પુત્રના લગ્નનો માહોલ છે. મુકેશ અંબાણીનો પુત્ર અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે લગ્રનગ્રંથીથી જોડાવા જઈ રહ્યો છે. આ દરમિયાન તેમના ભપકાદાર જીવનની તસવીરો અત્યારે સોશિયાળ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જેમાં અનંત અંબાણી પેરિસના સ્નીકર્સ (berluti sneakers) પહેરીને રાધિકાને લેવા માટે પહોંચ્યા હતા. જો કે તેની કિંમત જાણીને તમે પણ અચંબિત થઈ જશો.
અનંત અંબાણી પોતાના નિવાસ સ્થાન એન્ટાલિયાથી પોતાના સગાવ્હાલા અને મિત્રો સાથે જિયો વર્લ્ડ સેન્ટર એટલે કે લગ્નસ્થળે પહોંચી ચૂક્યા છે. અહીયા પહોંચીને તેમણે પોતાના પરિવાર સાથે ફોટો શૂટિંગ કરાવ્યું હતું. અહી નીતા અંબાણી રામણ દીવડો લઇને આગળ ચાલી રહ્યા હતા.
આ પણ વાંચો : Anant Ambani- Radhika Merchant Wedding : રાજકુમારની જેમ શાનથી જાન લઈને Ambani Family સાથે નીકળ્યા વરરાજા Anant Ambani
શેરવાનીમાં સજીધજીને વરરાજા અનંત અંબાણી વેડિંગ વેન્યુ પર પહોંચ્યા ત્યારે તેણે પેરિસના સ્નીકર્સ પહેરીને પહોંચ્યા હતા. આજકાલ સ્નીકર્સ ખૂબ જ ચર્ચામાં છે અને ઘણી સેલિબ્રિટીઓએ પણ તેને પોતાના લગ્ન-સગાઈ સમયે પહેર્યા છે. મોટાભાગે સેલિબ્રિટીઓએ ટ્રેડિશનલ ડ્રેસ સાથે આ સ્નીકર્સ પહેર્યા છે. અનંત અંબાણી દ્વારા જે સ્નીકર્સ પહેરવામાં આવ્યા હતા તે પુરુષોના ફેમસ પેરેશિયન શૂઝ બ્રાન્ડ બલૂર્ટીના હતા.
જો આ શૂઝ berlutiની ઓફિશિયલ સાઇટ પર Fast Track Leather Sneaker નામથી છે. સ્ટ્રીટ સ્ટાઈલ પ્લેનર લોગો સ્નીકર્સ લોકટ સ્ટાઈલમાં છે અને તેને બનાવવા માટે વેનેજિયા લેધરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કસ્ટમાઈઝ પહેલાની તેની કિંમત વેબસાઇટ પર 1.67 લાખ રૂપિયા હતી. આ સાથે જ ઈટાલીમાં બનેલી બ્લેક કલરની લાઈનીંગ ઇનસોલ અને રબર આઉટસોલ વાળા આ શૂઝને અનંતે કસ્ટમાઈઝ કરાવ્યા હતા. દુલ્હાના વેશમાં અનંત અંબાણીએ આટલા ઊંચી કિંમતના સ્નીકર્સ પહેર્યા હતા તેના પર સોનાની શૂઝ એસેસરીઝ પણ લગાવવામાં આવી હતી. જેનાથી શૂઝની રોનક અનેરી જ લગતી હતી.