નેશનલસ્પેશિયલ ફિચર્સ

શું ‘ઓમ’ ના શેપમાં છે કૈલાશ પર્વત? જાણો શું છે તેનું સત્ય

કૈલાશ પર્વત તિબેટમાં સ્થિત એક પર્વતમાળા છે. તેની પશ્ચિમ અને દક્ષિણમાં માનસરોવર અને રક્ષાસ્થલ સરોવરો છે. બ્રહ્મપુત્રા, સિંધુ, સતલજ વગેરે જેવી ઘણી મહત્વપૂર્ણ નદીઓ અહીંથી નીકળે છે. હિંદુ સનાતન ધર્મમાં તેને પવિત્ર માનવામાં આવે છે. આ તીર્થને અષ્ટપદ, ગણપર્વત અને રજતગીરી પણ કહેવામાં આવે છે. કૈલાશનું 6,638 મીટર (21,778 ફૂટ) ઊંચું બરફથી ઢંકાયેલું શિખર અને તેની બાજુમાં આવેલ માનસરોવર સરોવર એક તીર્થસ્થાન છે. આ પ્રદેશને માનસખંડ પણ કહેવામાં આવે છે.

કૈલાશ એ સૌથી પવિત્ર પર્વતોમાંનું એક છે, જે બૌદ્ધ, જૈન, હિંદુ અને તિબેટીયન ધર્મોના અનુયાયીઓ માટે એક મહત્વપૂર્ણ તીર્થસ્થાન છે. આ ધર્મના લોકો કૈલાસને પવિત્ર માને છે અને તેની પૂજા કરે છે. હિન્દુ ધર્મ અને ધાર્મિક પુસ્તકો અનુસાર, કૈલાશ પર્વત ભગવાન શિવ અને માતા પાર્વતીનું ઘર હતું. એવું માનવામાં આવે છે કે આજે પણ ભગવાન શિવ અને તેમનો પરિવાર ત્યાં રહે છે. રંતુ આજદિન સુધી તેના કોઈ નક્કર પુરાવા મળ્યા નથી કારણ કે ત્યાં સુધી પહોંચવામાં કોઈને સફળતા મળી નથી. કૈલાશ પર્વત વિશ્વનો સૌથી ઊંચો પર્વત નથી તેમ છતાં પણ આજ સુધી અજેય છે. ત્યાં સુધી પહોંચવામાં કોઈને સફળતા મળી નથી. મોટા પર્વતારોહકોએ પ્રયાસ કર્યો પરંતુ અંતે તેમને હાર સ્વીકારવી પડી છે.


હિમાલયમાં આવેલો માઉન્ટ એવરેસ્ટ વિશ્વનો સૌથી ઊંચો પર્વત ગણાય છે. તેની ઉંચાઇ 8849 મીટર છે. અત્યાર સુધીમાં હજારો લોકો માઉન્ટ એવરેસ્ટ ચઢી ચૂક્યા છે. કૈલાશ પર્વતની ઊંચાઇ 6638 મીટર છે. પરંતુ તેમ છતાં હજુ સુધી કોઈ કૈલાશ પર્વત પર ચઢી શક્યું નથી. આ પર્વત વિશે એવી માન્યતા પ્રચલિત છે કે તેનો આકાર ‘ઓમ’ છે. જોકે, હકીકત એ છે કે કૈલાશ પર્વત પહેલા ઓમ પર્વત આવે છે. જ્યારે ખૂબ દૂરથી જોવામાં આવે તો આ પર્વત પર ઓમનો આકાર દેખાય છે. પર્વત પર બરફ પડવાને કારણે ઓમનો આકાર બને છે. તેથી જ આ પર્વતને ઓમ પર્વત કહેવાય છે. એવું પણ કહેવાય છે કે ઓમ પર્વત પર ઓમનો અવાજ સંભળાય છે. જોકે, વૈજ્ઞાનિકો એમ માને છે કે આ બરફના લપસવાથી ઉત્પન્ન થતો અવાજ છે. ઘણા લોકોએ એવી અનુભૂતિ કરી છે કે કૈલાશ ગયા પછી તેઓ ચોક્કસપણે એક અલગ ઊર્જા અનુભવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button