ગોલ્ડ કે પ્લેટિનમ નહીં આ છે દુનિયાની સૌથી મોંઘી ધાતુ? આ યાદીમાં કેટલામાં નંબરે છે સોનુ?
દુનિયાભરમાં જાત-જાતની ધાતુ છે અને એની કિંમત વધારે હોય છે અને જો તમને કોઈ પૂછે કે તમે અત્યાર સુધી જોયેલી કે સાંભળી હોય એવી મોંઘામાં મોંઘી ધાતુ કઈ છે? જો આ સવાલના જવાબમાં તમે સોનુ કે પ્લેટિનમનું નામ લેશો તો અફસોસ… તમારા આ બંને જવાબ ખોટા છે.
સોના કરતાં પણ પ્લેટિનમનો ભાવ વધારે હોય છે અને એટલે જ એને વ્હાઈટ ગોલ્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે સોના અને પ્લેટિનમ કરતાં પણ એક ધાતુ છે જે મોંઘી છે? ચાલો આજે તમને જણાવીએ…
તમારી જાણ માટે કે આ ધાતુનું નામ છે રોડિયમ. જી હા, રોડિયમ દુનિયાની સૌથી મોંઘી ધાતુમાંથી એક ધાતુ છે. આ મેટલનો ઉપયોગ સોનાના ઘરેણાં અને ઈલેક્ટ્રોનિક્સની વસ્તુઓ બનાવવા માટે કરવામાં આવે છે.
તમે જાણીને નવાઈ લાગશે રોડિયમની કિંમત સોના કરતાં પણ દોઢ ગણી વધારે હોય છે અને તેની ગણતરી દુનિયાની સૌથી મોંઘી વેચાતી ધાતુઓમાં કરવામાં આવે છે. રોડિયમ બાદ પોડિયમ બીજા નંબરે મોંઘી કિંમતે વેચાતી ધાતુ છે અને તમને જાણીને કદાચ નવાઈ લાગશે લાગશે કે આ યાદીમાં સોનુ ત્રીજા નંબરે આવે છે.
આ પણ વાંચો : દશેરાના માત્ર ફાફડા-જલેબી નથી ખાતા કરોડોનું ખરીદ-વેચાણ પણ થાય છે ગુજરાતમાં
હવે જ્યારે પણ તમને કોઈ આ સવાલ પૂછે તો ચોક્કસ જ તેમની સાથે પણ આ માહિતી શેર કરીને તેમના પણ જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરજો હં ને?