મોર્નિંગ વોક માટે કયો સમય છે બેસ્ટ? જાણો નિષ્ણાતો શું કહે છે…

હેડિંગ વાંચીને તમને એવું થયું હશે કે ભાઈ મોર્નિંગ વોક તો મોર્નિંગ છે, સવારે કોઈ પણ ટાઈમ પર કરો, એમાં શું?? બટ બોસ એવું નથી. મોર્નિંગ વોક માટે પણ અમુક ટાઈમ હોય છે જે બેસ્ટ હોય છે, જેનાથી વધુ ફાયદો થાય છે.
એટલું નહીં પણ આ મોર્નિંગ વોક પર જતા પહેલાં કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આજે આ સ્ટોરીમાં આપણે એ વિશે જ વાત કરીશું. ચાલો તમે પણ જાણી લો કે મોર્નિંગ વોક માટે કયો ટાઈમ છે બેસ્ટ ટાઈમ-
એક્સપર્ટ્સ શું કહે છે?
શરીરને ફિટ અને ફાઈન રાખવા માટે હેલ્થ એક્સપર્ટ દ્વારા મોર્નિંગ વોક, એક્સરસાઈઝ, ડાયેટ વગેરે કરવાની સલાહ આપવામાં આવે છે.
મોર્નિંગ વોક કરવાથી શરીર તો નિરોગી રહે જ છે પણ એની સાથે સાથે મૂડ પણ સારો રહે છે. એમાં પણ જો આ મોર્નિંગ વોક પરફેક્ટ ટાઇમિંગ અને ટેકનિક સાથે કરવામાં આવે તો એનું પરિણામ ચોક્ક્સ મળે છે.
સવારના 5થી 7.30નો ટાઈમ છે બેસ્ટ
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સવારે 5.30 વાગ્યાથી 7 વાગ્યા સુધીનો સમય મોર્નિંગ વોક માટે એકદમ પરફેક્ટ અને બેસ્ટ ટાઈમ છે. આ સમયે વોક કરવાથી સારા હેલ્થ બેનેફિટ મળે છે, એટલે સવારના આ સમયે વોક પર જવું જોઈએ.

આ વાતોનું રાખો ખાસ ધ્યાન:
- મોર્નિંગ વોક કરવા માટેના બેસ્ટ ટાઈમ વિશે વાત કર્યા બાદ હવે આગળ વધીએ અને વાત કરીએ કે મોર્નિંગ વોક કરતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ એની.
- પાણી પીવો: મોર્નિંગ વોક પર જાવ એ પહેલા ભરપૂર પાણી પીવું જોઈએ. જો આવું ન કરવામાં આવે તો શરીરમાં પાણીનું સ્તર ઘટી શકે છે અને ડિહાઈડ્રેશન જેવી સમસ્યા સતાવી શકે છે.
- ખાલી પેટ વોક ન કરશો: મોર્નિંગ વોક પર જાવ ત્યારે કંઈક ખાઈને પછી જ નીકળો. ખાલી પેટ વોક કરવાથી તમને ઝડપથી નબળાઈ આવી શકે છે કે પછી ચક્કર વગેરે પણ આવી જાય છે.
- શરીરને નીચેની તરફ ના ઝુકાવો: મોસ્ટ ઈમ્પોર્ટન્ટ ટીપ્સ છે આ. મોર્નિંગ વોક કરતી વખતે શરીરને ક્યારેય નીચેની તરફ ના ઝુકાવો. એના કારણે બોડી પર બિનજરૂરી સ્ટ્રેસ આવે છે અને બીજી શારીરિક સમસ્યાઓ સતાવી શકે છે.
- પરફેક્ટ શૂઝ: મોર્નિંગ વોક માટે તમારા શૂઝ પરફેક્ટ હોય એ ખૂબ જ જરૂરી છે. જો શૂઝ તમને કમ્ફર્ટેબ નહીં હોય તો તમને વોક કરવા નહીં ફાવે અને પગ વગેરેમાં દુઃખાવો પણ થઈ શકે છે.
- સ્ટ્રેસ બસ્ટર છે: અગાઉ જણાવ્યું એમ મોર્નિંગ વોક કરવાથી ફિઝિકલ હેલ્થની સાથે સાથે જ મેન્ટલ હેલ્થ પણ મજબૂત બને છે. જો તમે સવારમાં મોર્નિંગ વોક કરો છો તો સ્ટ્રેસ દૂર થવાની સાથે સાથે જ તમારો મૂડ પણ સુધરી જશે.
આ પણ વાંચો…મોર્નિંગ વોક માટેનું આઉટફિટ પણ પર્ફેક્ટ હોવું જોઇએ