સ્પેશિયલ ફિચર્સ

દરરોજ મોદક બનાવવા શક્ય નથી? ચિંતા નહિ, આ વસ્તુઓનો ભોગ ધરાવવાથી પણ રાજી રહેશે ગણપતિ બાપ્પા

મોદક સિવાય પણ એવી ઘણી વસ્તુઓ છે જે બાપ્પાને ઘણી પ્રિય છે અને એ વસ્તુઓનો ભોગ ધરાવવાથી પણ બાપ્પા રાજી થાય છે. દેશભરમાં ગણેશચતુર્થીની ધૂમધામ ચાલી રહી છે. ગણેશોત્સવ એક એવો તહેવાર છે જેમાં દરેક લોકોને પોતાના ઘરે બાપ્પા પધારે તેવી મહેચ્છા હોય છે, અનેક લોકો બાપ્પા માટે કળાત્મક પંડાલો બનાવે છે, અવનવી વાનગીઓ ધરાવે છે અને ગણપતિ બાપ્પાને સર્વાધિક પ્રિય એવા મોદકનો ભોગ ધરાવે છે.

જો કે રોજીંદા જીવનમાં કદાચ દરરોજ મોદક બનાવવા બધા લોકો માટે શક્ય હોતું નથી. એવામાં ઘણી બીજી એવી વસ્તુઓ પણ છે જે ધરાવવાથી મોદકની જેમ જ ભોગ ધરાવ્યાનો સંતોષ મેળવી શકાય છે.

બેસન-ચણાના લોટના લાડુ- મોદકની જેમ આ પણ એક પ્રકારના લાડુ છે જે ચણાના લોટમાંથી બનાવાય છે.
મોતીચૂરના લાડુ- વિધ્નહર્તાને મોતીચૂરના લાડુ ખૂબ જ પ્રિય છે. 10 દિવસના ગણેશોત્સવ દરમિયાન મોતીચૂરના લાડુ બનાવીને પણ બાપ્પાને ધરાવી શકાય છે.


ખીર- ભગવાન ગણેશને ખીર પણ ખૂબ જ પસંદ છે. આ રીતે તમે ગણેશ ઉત્સવ દરમિયાન ગણપતિ બાપ્પાને ઘરે બનાવેલી ખીર પણ અર્પણ કરી શકો છો.


કલાકંદ- કલાકંદ ઘરે તૈયાર કરી તેમજ દુકાનમાંથી કલાકંદની મીઠાઈઓ પણ લાવીને ભોગ સ્વરૂપે ધરાવી શકાય છે.
ગોળ અને કેળા- આ બંને સૌથી પરંપરાગત પ્રસાદ છે. જે ભગવાન ગણેશને ખૂબ જ પ્રિય માનવામાં આવે છે. ભગવાન ફક્ત ભાવના ભૂખ્યા છે એ તેમણે સ્વયં આપણા ધાર્મિક ગ્રંથોમાં કહ્યું છે.


નાળિયેર- કોઇપણ શુભકાર્યમાં નારિયેળ ચડાવવાનું વિશેષ મહત્વ છે. સુકું કોપરું, કોપરાના લાડુ બનાવીને પણ ભગવાન ગણેશને ધરાવી શકાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button