Mobile Phoneની પણ હોય છે એક્સપાયરી ડેટ, કઈ રીતે ચેક કરશો?

આજકાલ દર બીજી વ્યક્તિના હાથમાં મોબાઈલ ફોન જોવા મળે છે અને એમાંથી કેટલાક લોકો એવા પણ હશે કે જેઓ વર્ષોના વર્ષો સુધી એક જ સ્માર્ટફોન યુજ કરતાં હોય છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે જે રીતે ખાવા-પીવાની વસ્તુઓ, દવાઓની એક્સપાયરી ડેટ હોય છે એ જ રીતે સ્માર્ટફોનની પણ એક્સપાયરી ડેટ હોય છે? ક્યાંક તમે પણ એક્સપાયરી ડેટવાળો ફોટ તો નથી યુઝ કરી રહ્યાને?ચાલો આજે તમને જણાવીએ કઈ રીતે તમે તમારા ફોનની એક્સપાયરી ડેટ ચેક કરી શકો છો-
આ પણ વાંચો: Jio, Airtel, BSNL અને Vi યુઝર્સ માટે આવ્યા મહત્ત્વના સમાચાર, TRAI ભર્યું મહત્ત્વનું પગલું…
મોબાઈલ ફોનની પણ એક્સપાયરી ડેટ હોય છે અને એક્સપાયરી ડેટ થઈ ગઈ હોય એવા ફોનને યુઝ ના કરવા જોઈએ. હવે તમને થશે કે આખરે કઈ રીતે ખબર પડશે કે ફોનની એક્સપાયરી ડેટ કઈ છે? વાત જાણે એમ છે કે દરેક ફોન એક ચોક્કસ સોફટવેર અપડેટ સાથે આવે છે અને કેટલાક ફોનને બે વર્ષ તો કેટલાક ફોનને સાત-આઠ વર્ષ સુધી અપડેટ મળે છે.
કંપનીઓ કોઈ પણ સ્માર્ટફોનનું સોફ્ટવેર અને સિક્યોરિટી અપડેટ્સ એક નિર્ધારિત સમય સુધી જ કરે છે અને જ્યાં સુધી ફોનને અપડેટ્સ મળે ત્યાં સુધી જ યુઝ કરવા જોઈએ. વાત કરીએ ફોનની એક્સપાયરી ડેટની તો એપલના પોન પાંચ વર્ષ ગૂગલ અને સેમસંગના ફોનની સાત વર્ષ સુધી કરી શકાય છે. જ્યારે રેડમી, વિવો અને બીજા બ્રાન્ડના ફોન ત્રણથી પાંચ વર્ષ સુધી યુઝ કરી શકાય છે. આ ડેટ ફોનની લોન્ચ તારીખથી નક્કી થાય છે. તમે ફોન ક્યારે ખરીદ્યો છે એના પર મોબાઈલ ફોનની એક્સપાયરી ડેટ નથી નક્કી થતી.
આ પણ વાંચો: તમે Mobile Charge કરતી વખતે કરો છો આ ભૂલ??? આજે જ બંધ કરી દો નહીંતર…
ફોનને જ્યારે સોફ્ટવેર અને સિક્યોરિટી અપડેટ મળવાનું બંધ થઈ જાય છે ત્યારે હેકર્સ આ ફોનને સરળતાથી હેક કરી શકાય છે, એટલે આવા ફોન યુઝ ના કરવા જોઈએ. ફોનની એક્સપાયરી ડેટ તમે કંપનીની વેબસાઈટ પર જઈને ચેક કરી શકો છો. તમને પ્રોડક્ટ મળનારા સોફટવેર અપડેટની માહિતી મળી જશે.