તમે પણ લાંબો સમય સુધી મોબાઈલ ફોન સાથે ચોંટેલા રહો છો? આ વાંચી લો…

મોબાઈલ ફોન એ આજના સમયની સૌથી મહત્ત્વની વસ્તુ બની ગઈ છે અને જો તમને કલાકો સુધી મોબાઈલ ફોનને ચોંટી રહેવાની ટેવ છે તો આ સમાચાર તમારા માટે જ છે. હાલમાં જ કરવામાં આવેલા એક રિસર્ચમાં એવો દાવો કરાયો છે કે જેના વિશે વાંચીને તમારા પગ નીચેથી જમીન ખસી જશે. આવો જોઈએ શું છે આ રિસર્ચ અને શું ખુલાસો થયો છે.
Also read : Mobile Phoneની પણ હોય છે એક્સપાયરી ડેટ, કઈ રીતે ચેક કરશો?
હાલમાં જ એક રિસર્ચમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે જો તમને દરરોજ એક કલાક પણ ડિજિટલ સ્ક્રીન પર ચોંટી રહેવાની આદત છે તો તમને માયોપિયા નામની બિમારી થઈ શકે છે. માયોપિયાએ એ આંખોની ગંભીર બીમારી છે જેમાં નજીકની વસ્તુઓ નથી દેખાતી. ઉદાહરણ આપીને સમજાવવાનું થાય તો તમને અખબાર વાંચવામાં પણ સમસ્યા થઈ શકે છે.
એક પ્રકાશિત થયેલાં રિપોર્ટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર જો તમે રોજ એક કલાક જેટલો સમય પણ ડિજિટલ સ્ક્રીન પર પસાર કરો છો અને આ સમયમાં ધીરે ધીરે વધારો કરો છો તો એને કારણે આંખોની ગંભીર બીમારી માયોપિયા થવાનું જોખમ 21 ટકા જેટલું વધી જશે.
સંશોધકોની ટીમ દ્વારા કરવામાં આવેલા આ અધ્યયનમાં સાડાત્રણ લાખથી વધુ બાળકોથી લઈને યુવાનો પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. સંશોધકોએ એવું પણ જણાવ્યું હતું કે એકથી ચાર કલાક જેટલો સમય સ્ક્રીન પર પસાર કરો છો તો આ બીમારી થવાનું જોખમ વધી જશે. એક કલાક કરતાં ઓછો સમય પસાર કરનારાઓને માયોપિયા નામની બીમારી થવાનું જોખમ ઘટી જાય છે.
હાલમાં જ ભારતીય નિષ્ણાતોએ ટેક્નોલોજી અને મોબાઈલ જેવા ગેજેટ્સ વિદ્યાર્થીઓ, માતા-પિતા અને શિક્ષમો માટે પરિક્ષા સમયે મોટી સમસ્યા બની ગયા હોવાનું તેમ જ તેના વધુ પડતાં ઉપયોગને કારણે સમજવા-વિચારવાની ક્ષમતા પર અસર જોવા મળતી હોવાનું જણાવ્યું હતું. આવું એટલા માટે થાય છે કારણ કે એકાગ્રતા ઘટે છે અને લાંબા સમય સુધી મોબાઈલ જોતા કે સ્ક્રીન જોતા લોકો સોફા કે બેડ પર અયોગ્ય રીતે બેસે છે જેને કારણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થાય છે જેવી કે મેદસ્વીતા, પીઠમાં દુઃખાવો, શરીરમાં દુઃખાવો, કરોડરજ્જુ સંબંધિત સમસ્યાઓ વગેરે વગેરે…
Also read : Mobile Wallpaper પણ તમને કંગાળ બનાવી શકે છે, જાણો કઈ રીતે…
જો તમે પણ લાંબા સમય સુધી મોબાઈલ ફોન કે ડિજિટલ સ્ક્રીન સામે સમય પસાર કરો છો તો આજે જ આવું કરવાનું બંધ કરી દો અને આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરો.